પ્રસ્તાવ/ ફ્રાન્સમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો,જાણો સમગ્ર વિગત

સ્પર્ધાત્મક રમતોમાં હિજાબ જેવા પ્રતીકો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફ્રેન્ચ નેશનલ એસેમ્બલી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.

Top Stories World

કર્ણાટકમાં આ દિવસોમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાની માંગ જોર પકડી રહી છે. દરમિયાન, ફ્રાન્સથી સમાચાર આવ્યા છે કે સ્પર્ધાત્મક રમતોમાં હિજાબ જેવા પ્રતીકો પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને ફ્રેન્ચ નેશનલ એસેમ્બલી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે. આ બાબતે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના પક્ષે પ્રસ્તાવને સમર્થન આપ્યું ન હતું.

ફ્રાન્સમાં એપ્રિલ 2022માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તે જ સમયે, મુસ્લિમ ફૂટબોલ ખેલાડીઓ આ પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. હિજાબ પર પ્રતિબંધને લઈને એવો પ્રસ્તાવ હતો કે ખેલાડીઓ મેચ રમતી વખતે તેમની ધાર્મિક ઓળખ છતી કરે એવું કંઈ પહેરી ન શકે. આમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા હિજાબ અને કિપ્પાનો સમાવેશ થાય છે, જે યહૂદી લોકો દ્વારા પહેરવામાં આવતી ખાસ કેપ છે.

ફ્રાન્સમાં, ધર્મનિરપેક્ષતા સાથે સંબંધિત કાયદાની દરરોજ ચર્ચા થાય છે. ફ્રેન્ચ સેનેટમાં જમણેરી રિપબ્લિકન પાર્ટીનું વર્ચસ્વ છે.  આ પક્ષ જાન્યુઆરી 2022 માં એક કાયદાનો પ્રસ્તાવ લાવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ સ્પર્ધાત્મક રમતોમાં આવા પ્રતીકો પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે ખેલાડીની ધાર્મિક ઓળખને છતી કરે. પરંતુ આ પ્રસ્તાવ નીચલા ગૃહ દ્વારા જ પસાર થઈ શક્યો ન હતો. 9 ફેબ્રુઆરીએ સંસદમાં પ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો હતો. આ બાબતે બોલતા મંત્રી એલિઝાબેથ મોરેનોએ પણ કહ્યું કે મહિલાઓ હિજાબ પહેરીને ફૂટબોલ રમી શકે છે.

ફ્રાન્સમાં લે હિજાબસ, જે હિજાબ પહેરેલી મહિલાઓને સમર્થન આપી રહી છે, તેણે ફ્રેન્ચ ફૂટબોલ ફેડરેશન દ્વારા પ્રતિબંધને કાયદાકીય રીતે પડકાર્યો છે અને દલીલ કરી છે કે આ પ્રકારનો પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે. તે જ સમયે, આ સંગઠને તેની માંગણીઓ સાથે આગલા દિવસે વિરોધ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ પ્રશાસને સુરક્ષાના કારણોસર તેને મંજૂરી આપી ન હતી.