દિલ્હીના પૂર્વ ધારાસભ્ય રામબીર શૌકીનની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે સુપ્રીમ કોર્ટે રામબીર શૌકીનનાં જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જેલ ઓથોરિટીને શૌકીનની સારવાર માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યુ છે. આપને જણાવી દઈએ કે, શૌકીને સારવાર માટે કોર્ટમાં જામીનની માંગણી કરી હતી. વર્ષ 2018માં તેને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા સૌ પ્રથમવાર કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. જોકે, બાદમાં ડિસેમ્બર 2020માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રામબીર શૌકીન ગેંગસ્ટર નીરજ બવાનાનો નજીકનો સાથી છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યુ છે કે, તે ગેંગસ્ટરનો કાકા લાગે છે અને કથિત રીતે તેની સાથે ગેરકાયદેસર કામ કરતો હતો.
આ પણ વાંચો: પહેલીવાર ભાજપે આપ્યા સંકેતો, બિરેન સિંહ હશે મુખ્યમંત્રી પદના
શૌકીન વર્ષ 2013માં દિલ્હી વિધાનસભાની મુંડકા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. બાદમાં બહાર આવ્યુ હતુ કે, તે ચૂંટણી લડવા માટે ગુનેગાર ગેંગનો ઉપયોગ કરી રહ્યો છે. જેના દ્વારા તે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા વધારવા માંગતો હતો. અને પૈસા સંબંધિત લાભ પણ મેળવવા માંગતો હતો.
પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, વર્ષ 2015માં રામબીર શૌકીનને એક કેસમાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. આ માટે તેની 27 નવેમ્બર 2016ના રોજ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેની પાસેથી 9 એમએમની પિસ્તોલ અને બે કારતૂસ મળી આવ્યા હતા. 8 માર્ચ 2017ના રોજ તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જો કે, 26 સપ્ટેમ્બર, 2018ના રોજ તે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાંથી ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. બે વર્ષ સુધી ફરાર રહ્યા બાદ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસ મજબૂત બની: દિગ્વિજય સિંહ
આ પણ વાંચો: પુલવામા હુમલાની આજે ત્રીજી વરસી, PM મોદીએ ટ્વીટ કરી શહીદોને આપી શ્રદ્ધાંજલિ
