Atique Ahmed Son Umar Convoy Toll Plaza Row Prayagraj: પ્રયાગરાજના નવાબગંજ ટોલ પ્લાઝા પર અતીક અહમદના પુત્ર મોહમ્મદ ઉમરના (Umar) કાફલા સાથે જોડાયેલો વિવાદ સામે આવ્યો છે. આરોપ છે કે પોલીસ એસ્કોર્ટની પાછળ ચાલી રહેલી લગભગ 25થી 30 ખાનગી કારોએ ટોલ ચૂકવ્યા વિના બેરિયર પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ટોલ પ્લાઝા મેનેજમેન્ટની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે.
Umar ટોલ ચૂકવ્યા વગર વાહનો પસાર થયો
મળતી માહિતી મુજબ, 8 ઓગસ્ટે મોહમ્મદ ઉમરને(Umar) જેલમાંથી પરત લઈ જવામાં આવી રહ્યો હતો. તેની સાથે પોલીસનો કાફલો પણ હતો. પોલીસના સરકારી વાહનો ટોલ પ્લાઝા પરથી પસાર થયા બાદ પાછળથી આવેલી ખાનગી કારોની સંખ્યા આશરે 25થી 30 હોવાનું ટોલ મેનેજમેન્ટે જણાવ્યું છે. આરોપ મુજબ, આ વાહનોમાંથી કેટલાકે ટોલ ચૂકવ્યા વગર ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ટોલ બૂથ પર લગાવવામાં આવેલું બૂમ બેરિયર પણ નુકસાનગ્રસ્ત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કર્મચારીઓ સાથે ગેરવર્તનનો પણ આરોપ
ટોલ કર્મચારીઓએ વાહનોને રોકવાનો પ્રયાસ કરતાં તેમની સાથે કથિત રીતે ગેરવર્તન અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. કેટલાક કર્મચારીઓને ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન ટોલ પ્લાઝાના બૂથ નંબર-3 પાસે વિવાદ થયો હોવાનું જણાવાયું છે. ત્યાં ફરજ પર રહેલા કર્મચારીઓના નિવેદનો પણ પોલીસ તપાસનો ભાગ બની શકે છે.
ટોલ મેનેજમેન્ટે ફરિયાદ સાથે કેટલાક વાહનોના નંબર પણ પોલીસને આપ્યા છે. હવે પોલીસ આ વાહનોના રજિસ્ટ્રેશન રેકોર્ડના આધારે માલિકો અને વાહન ચલાવનાર વ્યક્તિઓની ઓળખ કરવાની દિશામાં તપાસ કરી રહી છે.
CCTVથી ખુલશે સમગ્ર હકીકત?
નવાબગંજ ટોલ પ્લાઝાના CCTV ફૂટેજ આ કેસમાં મહત્વના પુરાવા બની શકે છે. ફૂટેજના આધારે કેટલા વાહનો પસાર થયા, ટોલ ચૂકવાયો કે નહીં અને બેરિયર કેવી રીતે તૂટ્યું તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. CCTV, વાહન નંબર અને કર્મચારીઓના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અતીક અહેમદના પુત્ર અબાનના જનાજામાં ભાઈઓ અલી અને ઉમર જોડાશે, હાઈકોર્ટે પેરોલ મંજૂર કરી
આ પણ વાંચો:અતીક અહેમદના પુત્ર અબાનના જનાજામાં ભાઈઓ અલી અને ઉમર જોડાશે, હાઈકોર્ટે પેરોલ મંજૂર કરી
