ગુજરાત/ કોરોના કેસ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ. . અને ગુજરાત યુનિ.ની સોમવારથી પરીક્ષાઓ શરૂ

જે  અંતર્ગત યુનિ.ની ચોથા તબક્કાની પરીક્ષા આગામી સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ પરીક્ષામાં કુલ 71266 વિદ્યાર્થીઓ 100થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપવાના છે

Gujarat

રાજમાં  કોરોના કેસ  હવે ઘટતા જોવા મળી રહ્યા છે  ત્યારે  હવે શાળાઓમાં  ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે . ત્યારે હવે   કોલેજોમાં  પણ પરીક્ષાઓ  લેવામાં  આવી રહી છે.  જે  અંતર્ગત યુનિ.ની ચોથા તબક્કાની પરીક્ષા આગામી સોમવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ પરીક્ષામાં કુલ 71266 વિદ્યાર્થીઓ 100થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપવાના છે. જેનીતમામ વ્યવસ્થા અત્યારથી જ થઈ ચૂકી છે.

મળતી માહિતી મુજબ બીએ સેમ.1માં 21471, બીએએલએલબી સેમ.3માં 67, બીએએલએલબી સેમ.7માં 45, બીબીએ સેમ.1 5413, બીસીએ સેમ 1માં 6429, બીકોમ સેમ.1માં 27603, બીજેએમસી સેમ.1 95, બીઆરએસ સેમ.1માં 160, બીએસડબલ્યુ સેમ.1 5410, બીએસસી સેમ.1માં 5410, બીએસસીઆઈટી સેમ.1માં 398, એમએ સેમ.1માં 521, એમસીએ.સેમ.3માં 59, એમકોમ સેમ.1માં 1302, એમઆરએસ સેમ.1માં 47, એમએસસી.સેમ.1માં 34,એમએસડબલ્યુ સેમ.1માં 325, પીજીડીસીએ સેમ.1માં 71 સહિત કુલ 71266 વિદ્યાર્થીઓ સોમવારથી પરીક્ષા આપશે.

આ પણ વાંચો::IPL / KKRને મળ્યો નવો કેપ્ટન, આ દિગ્ગજને મળી જવાબદારી

આ પરીક્ષા માટે સૌ.યુનિ. સંલગ્ન જુદાજુદા 100થી વધુ કેન્દ્રોમાં પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી કોઈ દુઘટના ન થાય તે માટે પુરતી તકેદારી તેમજ 50 થી વધ ઓબઝર્વરની નિમણુંક પણ કરવામાંઆવી છે.

ગુજરાત યુનિવર્સીટી દ્વારા આગામી 28મી ફેબુ્રઆરીથી UG-PG સેમેસ્ટર-1ની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થનાર છે. ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને આપાવમા આવ્યા છે. કોરોનાને લીધે ગુજરાત યુનિવસટી દ્વારા બીએ,બીકોમ,બીબીએ-બીસીએ અને બીએસસી સહિતના યુજી અને એમએ,એમ.કોમ અને એમ.એડ સહિતના પીજી કોર્સીસમાં સેમેસ્ટર-1ની પરીક્ષાઓ જાન્યુઆરીમાં લઈ શકાઈ ન હતી.

આ પણ વાંચો:ફૂડ સેફ્ટી / ટ્રેનોમાં ખરાબ ભોજનની ફરિયાદો દૂર થશે, જાણો IRCTCએ શું પગલાં લીધાં