Not Set/ સિમોન કેટિચે સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચ પદ પરથી આપ્યું રાજીનામું

સનરાઇઝર્સ હૈદરાબાદે આ હરાજીમાં 20 ખેલાડીઓને સામેલ કર્યા છે. સિમોન કેટિચે સનરાઇઝર્સ ટીમ પર આરોપ લગાવતા પોતાનું પદ છોડી દીધું છે

Top Stories Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાના 5 અઠવાડિયા પહેલા ફરી એકવાર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમને વિવાદોનો સામનો કરવો પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમોન કેટિચે સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સિમોન કેટિચે તાજેતરમાં હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચનું પદ સંભાળ્યું છે. તેમણે ટીમ પર આરોપ લગાવ્યો છે કે મેગા ઓક્શનમાં પૂર્વ નિર્ધારિત યોજનાઓને સાઈડલાઈન કરવામાં આવી હતી

સનરાઇઝર્સ હૈદરાબાદે આ હરાજીમાં 20 ખેલાડીઓને સામેલ કર્યા છે. સિમોન કેટિચે સનરાઇઝર્સ ટીમ પર આરોપ લગાવતા પોતાનું પદ છોડી દીધું છે. અહેવાલો અનુસાર, કેટિચે ફ્રેન્ચાઇઝી પર મેગા ઓક્શન દરમિયાન અગાઉ નિર્ધારિત યોજનાઓને સંપૂર્ણપણે નકારી કાઢવાનો આરોપ મૂક્યો છે.

આ પહેલા છેલ્લી સિઝનમાં હૈદરાબાદ સીઝનની મધ્યમાં ડેવિડ વોર્નરને કેપ્ટનશિપ પરથી હટાવ્યા બાદ વિવાદમાં આવી હતી. ડેવિડ વોર્નરને પણ સીઝનની મધ્યમાં કેપ્ટન પદ પરથી હટાવ્યા બાદ ખરાબ ફોર્મનું કારણ આપીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ટ્રેવર બેલિસ અને બ્રેડ હેડિને પણ છેલ્લી સિઝનથી તેમની પોસ્ટ છોડી દીધી છે. ટોમ મૂડી હૈદરાબાદ ટીમના કોચનું પદ સંભાળશે અને કેન વિલિયમસન આ સિઝનમાં પણ ટીમની કમાન સંભાળશે. ગત સિઝનમાં ડેવિડ વોર્નરને ટીમના સુકાનીપદેથી હટાવીને કેન વિલિયમસનને કમાન સોંપવામાં આવી હતી. સનરાઇઝર્સના સપોર્ટ સ્ટાફે પણ આ સિઝન માટે બ્રાયન લારાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

સનરાઇઝર્સ માટે છેલ્લી સિઝન ખરાબ રહી હતી. ગત સિઝનમાં હૈદરાબાદ 14માંથી માત્ર 3 મેચ જીતી શકી હતી. હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર હતું. હૈદરાબાદે આ સિઝન માટે કેન વિલિયમસન, અબ્દુલ સમદ, ઉમરાન મલિકને જાળવી રાખ્યો છે. તે જ સમયે, મેગા ઓક્શનમાં એડન માર્કરામ, માર્કો જેન્સન, નિકોલસ પૂરન, ભુવનેશ્વર કુમાર જેવા ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા.