કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી. જેમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં, ગૃહમંત્રીએ સુરક્ષા ગ્રીડને વધુ મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો જેથી કરીને સરહદ પારથી ઘૂસણખોરી શૂન્ય થાય અને આતંકવાદને નાબૂદ કરી શકાય. બેઠકમાં અમિત શાહે સુરક્ષા એજન્સીઓના પ્રયાસોની પ્રશંસા કરી, જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને ઓછી કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આતંકવાદી ઘટનાઓ 2018 માં 417 થી ઘટીને 2021 માં 229 થઈ ગઈ છે, જ્યારે શહીદ સુરક્ષા દળોના જવાનોની સંખ્યા 2018 માં 91 થી ઘટીને 2021 માં 42 થઈ ગઈ છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે ગોબર-ધન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, દરરોજ 17,000 કિલો CNGનું થશે ઉત્પાદન
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને સેના સહિત ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લેવામાં આવેલી બેઠકમાં હાજરી આપી હતી.
ઉલ્લેખનિય છે કે ઘાટીમાં આતંકવાદી ઘટનાઓને ડામવા માટે તમામ પ્રયાસો ચાલુ છે. સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આતંકીઓના ગ્રાઉન્ડ નેટવર્કને તોડવામાં ઘણી સફળતા મળી છે. ગ્રાઉન્ડ વર્કર્સ મોટી સંખ્યામાં પકડાયા છે, જેના કારણે આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને અન્ય મદદ પૂરી પાડવાનું નેટવર્ક પણ નબળું પડી ગયું છે.
સ્થાનિક તપાસ એજન્સીની રચના બાદ આતંકવાદી અને કટ્ટરપંથી જૂથો સામેની કાર્યવાહીમાં પણ ઝડપ આવી છે. કેન્દ્રીય એજન્સીઓની તપાસ પ્રક્રિયાને પણ સ્થાનિક ઈનપુટ અને સહકારથી મજબૂત બનાવવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે , સરહદ પર મજબૂત ગ્રીડને કારણે ઘૂસણખોરી રોકવામાં ઘણી મદદ મળી છે. હવે તેને સંપૂર્ણ રીતે અભેદ્ય બનાવીને ઘૂસણખોરીની શક્યતાઓને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો: ભાજપ અને સપાના ઉમેદવારોના સમર્થકો વચ્ચે અથડામણ, અનેક રાઉન્ડ કરવામાં આવી ફાયરિંગ
આ પણ વાંચો: ફાંસીની સજા પામેલા દોષિતોએ કહ્યું ‘અમારા માટે કુરાન જ બંધારણ છે,અમે આ સજા સ્વીકારતા નથી’
