Indian Team Announced/ રોહિત શર્મા ભારતનો 35માં ટેસ્ટ કેપ્ટન બન્યા

વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન હશે. ભારતની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ શનિવારે રોહિતની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.

Sports

વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન હશે. ભારતની વરિષ્ઠ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ શનિવારે રોહિતની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની પ્રથમ શ્રેણી શ્રીલંકા સામે ઘરઆંગણે રમાશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી મોહાલીમાં રમાશે. રોહિત શર્મા પાસે પહેલાથી જ ODI અને T20 ટીમની કમાન છે. હવે તે રમતના ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બની ગયો છે. જસપ્રીત બુમરાહને ભારતનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

રહાણે-પુજારા ખરાબ પ્રદર્શન બાદ વિદાય થયા

બે વરિષ્ઠ બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને તેમના સતત ખરાબ પ્રદર્શનને પગલે શ્રીલંકા સામેની ઘરઆંગણે શ્રેણી માટે ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ સિવાય વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને અનુભવી ઝડપી બોલર ઈશાંત શર્માને પણ બહાર કરવામાં આવ્યા છે. સાહાની જગ્યાએ કેએસ ભરતને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ચેતન શર્માની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ શ્રીલંકા સામેની ટેસ્ટ અને ટી20 શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરી છે. ડાબોડી સ્પિનર ​​સૌરભ કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય શુભમન ગિલ અને કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે. સંજુ સેમસન અને અવેશ ખાનને T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય ટેસ્ટ અને ટી20 ટીમ નીચે મુજબ છે-

T20 ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, દીપક હુડા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચૌહાલ , રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ અને અવેશ ખાન.

ટેસ્ટ ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), મયંક અગ્રવાલ, પ્રિયંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત, કેએસ ભરત, આર. અશ્વિન (ફિટનેસ પર આધાર રાખીને), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

National / કુમાર વિશ્વાસને મળી Y કેટેગરીની સુરક્ષા, ખાલિસ્તાન વિવાદને કારણે વધ્યો ખતરો

મારી ભાષા છે ગુજરાતી / માતૃભાષા દિન પહેલાં જ મોટો નિર્ણય, જાહેર બોર્ડ હવે લખાશે ગુજરાતી ભાષામાં

ગુજરાત / મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?