ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા મહિલા મતદારોને આકર્ષવા ભાજપ તેમના સીનીયર મહિલા મહિલા નેતાઓને પણ મેદાનમાં ઉતારવા જઈ રહ્યું છે.ગુજરાતની મહિલા મતદારોને ટાર્ગેટ રાખીને ૧૪મી તારીખે ભાજપના લોકપ્રિય નેતા અને કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ટાઉનહોલ કાર્યક્રમ દ્રારા ગુજરાતની મહિલાઓ સાથે વાતચીત કરશે.
ગુજરાતના 312 જેટલા લોકેશનો પરથી મહિલાઓ વીડીયો કોન્ફરન્સ દ્રારા સુષ્મા સ્વરાજ સાથે સીધો સંવાદ કરશે.
અમદાવાદમાં સુષ્મા સ્વરાજ ‘મહિલા ટાઉનહોલ’ કાર્યક્રમ દ્રારા મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં ૧ લાખથી વધુ મહિલાઓ ડીજીટલ ટેકનોલોજી દ્રારા સુષ્મા સ્વરાજ સાથે સીધો સંવાદ કરશે અને વિદેશમંત્રી તેનો જવાબ પણ આપશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ૧૪ ઓક્ટોબરે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ મહિલાઓના પ્રશ્નના સીધા જવાબ આપશે. આ માટે અગાઉથી વોટ્સઅપ કે 7878182182 મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ કરી પ્રશ્ન નોંધાવાના રહેશે.
