પાકિસ્તાનના લાહોરમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) ની મેચમાં પાકિસ્તાની ઝડપી બોલર હરિસ રઉફે ઉગ્રતા ધારણ કરી લીધી હતી અને ભાવનાત્મક બની જતા મામલો પેચીદો બની ગયો હતો, સોમવારે સાંજે પેશાવર ઝાલ્મી અને લાહોર કલંદર વચ્ચેની મેચમાં હરિસે મેદાનની વચ્ચે જ ટીમના ખેલાડીને લાફો મારતો જોવા મળ્યો હતો. કેચ છોડવા બદલ હરિસે કામરાન ગુલામને થપ્પડ મારી હતી. લાહોર કલંદર તરફથી રમતા રઉફ માટે પેશાવર સામેની મેચ ઘણી મુશ્કેલ હતી.
Wreck-it-Rauf gets Haris! #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/wwczV5GliZ
— PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022
હરિસ બીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં કામરાન ગુલામે પેશાવરના ખતરનાક ઓપનિંગ બેટ્સમેન હઝરતુલ્લાહ ઝાઝાઈનો કેચ છોડ્યો, જેના પછી રઉફ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો.
આ પછી ઓવરના પાંચમા બોલ પર રઉફે મોહમ્મદ હરિસને ફાઈન લેગ પર ફવાદ અહેમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ વિકેટ બાદ રઉફ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યો હતો. વિકેટના ખુશી વચ્ચે હારીસ રઉફે કામરાન ગુલામને થપ્પડ મારી હતી. પણ કામરાને પોતાની જાત પર કાબૂ રાખ્યો.
