ગીર સોમનાથ/ આંબાઓ પર શરૂ થયું ફ્લાવરિંગ, ખેડૂતો અને ઈજારદારો ખુશખુશાલ

આ વખતે હવામાનમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા હતા અને શિયાળામાં પણ જે રીતે અનેક વખતે માવઠાં પડ્યા તેને લઈને આંબા પર કેરીઓ મોડી આવશે તેવું લાગી રહ્યું હતું.

Gujarat Others
આંબા
  • આંબે આવ્યા મૉર                               
  • આંબાઓ પર શરૂ થયું ફ્લાવરિંગ
  • કેટલાક આંબાઓ પર આવી ખાખડી
  • ખેડૂતો અને ઈજારદારો ખુશખુશાલ
  • સાથે સાથે મૌસમના મિજાજનો ખેડૂતોને લાગી રહ્યો છે ડર

ગીરની કેસર કેરી દુનિયાભરમાં પ્રખ્યાત છે.આમ તો કેસર કેરીનું આગમન મોડું થતું હોય છે.જો કે આ વખતે કેટલીક આંબાવાડીઓમાં ખાખડીઓ આવી ચૂકી છે.જેને લઈને કેરીના ઉત્પાદકો તેમજ ઈજારદારોમાં ખુશી જોવા મળી રહી છે. આ વખતે હવામાનમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા હતા અને શિયાળામાં પણ જે રીતે અનેક વખતે માવઠાં પડ્યા તેને લઈને આંબા પર કેરીઓ મોડી આવશે તેવું લાગી રહ્યું હતું. જો કે આ અનુમાનની વિરુદ્ધ આંબાઓ પર સારું એવું ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે.તો કેટલાક આંબાઓ પર ખાખડીઓ એટલે કે ઝીણી ઝીણી કેરીઓ જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગને કારણે અચરજ પમાડે તેવી ઘટનાઓ બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

એક જ બગીચામાં એક આંબા પર એક તરફ ખાખડી ઝૂલી રહી છે તો બીજી તરફ ફલાવરિંગ ચાલુ છે.આંબામાં આગોતરા અને પાછોતરા ફલાવરિંગને કારણે આવું થઈ રહ્યું છે. ગીરનાં ખેડૂતો માને છે કે, ”કોઈપણ પ્રકારની ખેતીમાં 25 ટકા ખેડૂતની મહેનત અને 75 ટકા કુદરતની કૃપા જરૂરી છે.

ખુશીની સાથે સાથે ખેડૂતોને કુદરતના રૂઠવાનો ડર પણ લાગી રહ્યો છે.કેમ કેમ જો મૌસમ બેઈમાન બનશે તો કેરીના પાકમાં ઘણું નુકસાન થઈ શકે છે.જેને લઈને ખેડૂતો ભયભીત પણ એટલા જ છે.ત્યારે જો કુદરત કોપાયમાન ન થાય અને હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તો કેરી રસિકોને એપ્રિલ મહિનામાં કેસર કેરીનો સ્વાદ ચાખવા મળશે.

આ પણ વાંચો :જેતપુરથી ધોરજીને જોડતા ઓવર બ્રિજને લઈ લોકો પરેશાન, 5 વર્ષથી કામકાજ ખોરંભે

આ પણ વાંચો :સુરતના ખોલવડમાં સગીરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં અજાણ્યા બાવાનો ઉલ્લેખ

આ પણ વાંચો :મહેસાણામાં સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા, જાણો કેવી રીતે ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો :પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક