સુરત/ રેલ્વે સ્ટેશન પર સદનસીબે ટળી મોટી દુર્ઘટના, એક વ્યક્તિ ટ્રેન નીચે આવતા બચ્યો

સુરતમાં રેલ્વે સ્ટે. પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. એક મુસાફર ટ્રેન નીચે આવતા બચી ગયો હતો. ટ્રેનના ગાર્ડ અને સાવચેતીના કારણે બચી ગયો હતો.

Gujarat Surat
રેલ્વે સ્ટેશન
  • સુરતઃ રેલ્વે સ્ટે. પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી
  • એક મુસાફર ટ્રેન નીચે આવતા બચી ગયો
  • ટ્રેનના ગાર્ડ અને સાવચેતીના કારણે બચી ગયો
  • ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં બચી ગયો
  • ટ્રેનના ગાર્ડે ઈમરજન્સી બ્રેક લગાવતા દુર્ઘટના ટળી
  • મુસાફર 30 મીટર સુધી ટ્રેન સાથે ધસડાયો હતો

સુરતમાં રેલ્વે સ્ટેશન પર સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. એક મુસાફર ટ્રેન નીચે આવતા બચી ગયો હતો. ટ્રેનના ગાર્ડ અને સાવચેતીના કારણે બચી ગયો હતો. ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવા જતાં બચી ગયો હતો. ટ્રેનના ગાર્ડે ઈમરજન્સી બ્રેક લગાવતા દુર્ઘટના ટળી હતી. મુસાફર 30 મીટર સુધી ટ્રેન સાથે ધસડાયો હતો.

સુરત રેલવે સ્ટેશને પર સવાર સવારમાં બનેલી ઘટનામાં ગાર્ડેની સમયસૂચકતાના કારણે એક મુસાફરનો જીવ બચ્યો છે. ટ્રેન નંબર 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ સુરત સ્ટેશન પર આવી હતી અને 5 મિનિટના રોકાણ બાદ ફરી ઉપડી હતી. ત્યારે એક 40 વર્ષના મુસાફરે ટ્રેનના કોચમાંથી ઉતરવાના પ્રયાસમાં સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારે ગાર્ડે સમયસર બ્રેક લગાવતા તેનો જીવ બચ્યો હતો.

સદ્દનસીબે ટ્રેનની સ્પીડ વધારે નહોતી, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી. 40 વર્ષીય મુસાફર જ્યારે ટ્રેનમાંથી નીચે પડ્યો ત્યારે લોકો બચાવવા દોડ્યા હતા. ટ્રેન ગતિ પકડે તે પહેલાં જ ગાર્ડ પ્રિયેશ સિંહની નજર પડતાં તેમણે સહેજ પણ સમય બગાડ્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી દીધી. જેના પગલે ટ્રેન અટકી ગઇ હતી અને મુસાફરનો જીવ બચી ગયો. જોકે ટ્રેન અટકે ત્યાં સુધીમાં 30 મીટર સુધી તે ઘસડાતો રહ્યો હતો.

આ પણ વાંચો :ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના

આ પણ વાંચો :જસદણમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પિતા-પુત્રએ ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન

આ પણ વાંચો :ફરી ધ્રુજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો :ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ