ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. હવે આ પરિણામોને લઈને NCP પ્રમુખ શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે. શરદ પવારે કહ્યું કે, અખિલેશ યાદવે પરિણામોના આંકડાઓ પર વધુ ધ્યાન ન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે, આમાં સપા પ્રમુખ અખિલેશ યાદવનો દોષ નથી, તેમણે પોતાના દમ પર ચૂંટણી લડી હતી. તેમણે ચૂંટણીના પરિણામો વિશે વિચારવું જોઈએ નહીં કારણ કે આ દેશમાં તેમનું કદ ઊંચું છે. તેમણે પહેલા કરતા વધુ સારી લડાઈ લડી છે.” શરદ પવારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, “પંજાબની જનતાએ ભાજપ અને કોંગ્રેસને હરાવ્યા અને આમ આદમી પાર્ટીને જનાદેશ આપ્યો. પંજાબના ખેડૂતોના દિલમાં પીએમ મોદી સામે ગુસ્સો હતો, મહારાષ્ટ્રમાં ભાજપને અઢી વર્ષ રાહ જોવી પડશે.
The people of Punjab defeated BJP and Congress and gave a mandate to Aam Aadmi Party. There was anger against PM Modi in the hearts of Punjab farmers… BJP will have to wait for 2.5 years in Maharashtra: NCP chief Sharad Pawar pic.twitter.com/B8p4k6BC0Y
— ANI (@ANI) March 10, 2022
ઉત્તર પ્રદેશના વલણોમાં ભાજપ આગળ છે તે જોઈને પાર્ટીના કાર્યકરો અને સમર્થકો ઉજવણી કરી રહ્યા છે. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, ભારતીય જનતા પાર્ટી 259 બેઠકો પર અને સમાજવાદી પાર્ટી 112 બેઠકો પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીએ ભાજપને ચૂંટણીમાં કડક ટક્કર આપી છે. જો કે સીટોની સંખ્યામાં તફાવત દેખાઈ રહ્યો છે, પરંતુ વોટ ટકાવારીની વાત કરીએ તો સપાની વોટ ટકાવારી સારી રહી છે.
આ પણ વાંચો:યોગીની જીતના જશ્નમાં ડૂબેલા ભાજપના કાર્યકરો, બુલડોઝર દ્વારા વિધાનસભા પહોંચ્યા
આ પણ વાંચો:હવે ફરીથી ટ્રેનમાં ધાબળા મળશે, કોરોનાના કારણે પ્રતિબંધ હતો
