દેશભરમાં આ વર્ષે ઠંડીએ કહેર મચાવી દીધો છે. ઉત્તર ભારત તો ઠંડીમાં ઠુંઠવાઈ ગયું છે તેમ કહી શકાય.
દેશની રાજધાનીમાં સોમવારની સવાર ઘણી ઠંડી રહી અને અહીયા ન્યુનતમ તાપમાન સામાન્ય તાપમાન કરતા ૩ ડીગ્રી ઓછું એટલે કે ૩.૬ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે મંગળવારની સવારે પણ આકાશ ચોખ્ખું અને ઠંડી આટલી જ રહેશે.
અધિકારીએ જણાવ્યું કે આજે મહત્તમ તાપમાન ૨૨ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૪ ડીગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. રવિવારે ન્યુનતમ તાપમાન ૩ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૨૦ ડીગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
દિલ્લીના રહેવાસીઓ માટે સવાર કડાકાની ઠંડી લઈને આવે છે. ઠંડીના લીધે ધુમ્મસમાં પણ વધારો જોવા મળ્યો હતો જેની અસર ટ્રેન પર પડી હતી. રવિવારે નવી દિલ્લી આવનારી ૧૦ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી.
તો બીજી બાજુ શનિવારે પણ ૧૫ ટ્રેન દિલ્લી મોડી પહોચી હતી. આ ટ્રેન ૨-૨ કલાક જેટલા સમયથી મોડી ચાલી રહી હતી.
