આગ/ પશ્વિમ બંગાળના કોલકાતામાં ચામડાની ફેકટરીમાં લાગી ભીષણ આગ,ફાયર ફાયટર ઘટનાસ્થળે

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ટેંગરા વિસ્તારમાં શનિવારે સાંજે એક ચામડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે 15 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે

Top Stories India

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ટેંગરા વિસ્તારમાં શનિવારે સાંજે એક ચામડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે 15 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભીડભાડવાળા વિસ્તારમાં 3 મહેર અલી લેન પર ચામડાની ફેક્ટરી તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારતમાં સાંજે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. જોત જોતામાં આગ વિકરાળ બની હતી અને સમગ્ર વિસ્તારને લપેટમાં લીધો હતો.

કોલકાતા પોલીસના જણાવ્યા અનુસાર, ખતરાને જોતા બાજુની ઝૂંપડીઓમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના બે કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન ફાયર બ્રિગેડનું પાણી ઓલવાઈ ગયું હતું અને સ્થાનિક લોકો પોતાના ઘરેથી પાણીની ડોલ લઈને આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પરંતુ ભીષણ આગમાં તેમના પ્રયાસો સફળ થયા ન હતા.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારા અગ્નિશામકો તેને ઓલવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.” બીજી તરફ, સ્થાનિક લોકોનો આરોપ છે કે ફાયર ટેન્ડરો મોડેથી વિસ્તારમાં પહોંચ્યા અને બિલ્ડિંગમાં આગ ફેલાવી દીધી. આખા વિસ્તારમાં જ્વાળાઓ દૂર દૂરથી દેખાતી હતી. જોકે, હજુ સુધી આ આગના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.