Not Set/ મહેન્દ્ર સિંહ ધોનીએ છોડી CSKની કેપ્ટનશિપ, આ ખેલાડીને મળી ટીમની કમાન, IPLમાં મોટો ફેરફાર

મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી છે. તેણે રવિન્દ્ર જાડેજાને સુકાનીપદ સોંપ્યું છે.

Top Stories Sports
મહેન્દ્ર સિંહ ધોનીએ

મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી છે. તેણે રવિન્દ્ર જાડેજાને સુકાનીપદ સોંપ્યું છે. જાડેજા લાંબા સમયથી ચેન્નાઈની ટીમ સાથે છે. તે 2012થી ચેન્નાઈની ટીમમાં રમી રહ્યો છે. ચેન્નાઈની કેપ્ટનશીપ કરનાર તે માત્ર ત્રીજો ખેલાડી છે. આ પહેલા ધોની અને સુરેશ રૈના ટીમની કમાન સંભાળી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ધોની ચેન્નાઈનું આ સીઝન અને તે પછી પણ પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.”

https://twitter.com/ChennaiIPL/status/1506920018097098752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1506920018097098752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fnavbharattimes.indiatimes.com%2Fsports%2Fcricket%2Fiplt20%2Fnews%2Fms-dhoni-step-down-as-csk-captain-ravidndra-jadeja-become-new-captain-of-team%2Farticleshow%2F90417441.cms

આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

40 વર્ષીય ધોની 2008માં લીગની શરૂઆતથી જ CSKનો કેપ્ટન છે અને આ તેની છેલ્લી IPL હોઈ શકે છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે.

સુનીલ ગાવસ્કરે પણ સ્વીકાર્યું છે કે, ‘રવીન્દ્ર જાડેજા વર્ષોથી એક ખેલાડી તરીકે પરિપક્વ થયો છે, તેણે તેની રમતના સંદર્ભમાં જે રીતે વિકાસ કર્યો છે અને જે રીતે તે મેચની પરિસ્થિતિઓ અનુસાર રમે છે. હા, તે અદ્ભુત છે.’

ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે ઓપનિંગ મેચ

કેપ્ટનશિપમાં આ મોટા ફેરફારનો નિર્ણય ચેન્નાઈ મેનેજમેન્ટે ટુર્નામેન્ટ શરૂ થવાના બે દિવસ પહેલા જ લીધો છે. ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાશે. જાડેજાની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમ આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા અને 5મું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો :લખનઉ સુપર જાયન્ટ્સમાં માર્ક વૂડના સ્થાને જોડાયા આ ક્રિકેટર

આ પણ વાંચો :વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી એશલે બાર્ટીએ 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત

આ પણ વાંચો :BCCIના આ નિયમ પર રવિ શાસ્ત્રીએ કર્યા પ્રહારો, કહ્યું, મને IPLમાં કોમેન્ટરી કરતા રોક્યો

આ પણ વાંચો :IPL ઈતિહાસના એવા રેકોર્ડ, જેને તોડતા આવશે નાકે દમ