Political/ રાહુલ ગાંધી 6 એપ્રિલે આવશે ગુજરાતના પ્રવાસે, ગાંધી સંદેશ યાત્રાનો કરાવશે આરંભ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરૂઆત કરાવશે.

Ahmedabad Gujarat
રાહુલ ગાંધી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો શરૂ થયો છે. રાજયમાં ચૂંટણી વહેલી કે સમયસર તેની ચિંતા કર્યા વગર હવે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેની ચૂંટણી તૈયારીઓને હવે નવો વેગ આપી દીધો છે અને એપ્રીલ માસમાં રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી જશે તે નિશ્ચિત છે. ત્યારે માહિતી મળી રહી છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવશે. તેઓ સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરૂઆત કરાવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 6 એપ્રિલના રોજ ગુજરાત આવી રહ્યા છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ ખાતેથી જ ‘ગાંધી સંદેશ યાત્રા’ની શરુઆત કરાવશે. આ યાત્રા નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુજરાતના દરેક  જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને લોકો સુધી પહોંચાડશે.

આગામી વિધાનસભાની ચૂંટણી લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરી તૈયારીમાં લાગી ગઈ છે. નેતાઓ બેઠક કરી રહ્યા છે. કાર્યકર્તાઓના ઉત્સાહ વધારી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ રાજ્યના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે ઘેરી શકાય, તેની યોજના બનાવી શકાય છે.

આ પણ વાંચો :વેરાવળમાં ગેરકાયદે બાંધકામનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર ઉપર બિલ્ડરે કર્યો હુમલો

આ પણ વાંચો :ભારતના 100 શક્તિશાળી લોકોમાં જાણો કેટલાં ગુજરાતીઓને મળ્યું સ્થાન, PM મોદી છે

આ પણ વાંચો :2020-21 દરમિયાન ગુજરાતની GSDP વૃદ્ધિ પાંચ વર્ષમાં સૌથી નીચી: CAG

આ પણ વાંચો : લોકો પોલીસ અને વનવિભાગને જોઇ સિંહ દિવાલ પર કલાકો સુધી બેસી રહ્યો