IPLની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખૂબ જ ખરાબ ચાલી રહી છે. સતત પ્રથમ 4 મેચ હારી ચૂકેલી ચેન્નઈને હવે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. ચેન્નાઈના ફાસ્ટ બોલર દીપક ચહર સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં તે કદાચ આ વર્ષે IPLથી દૂર રહેશે એટલે કે તેની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. દીપક ચહર, જે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે, તે હવે આખી સિઝન માટે રમતમાંથી બહાર થઈ શકે છે, કારણ કે મીડિયા અહેવાલો અનુસાર, દીપક ચહરને પીઠમાં ઈજા થઈ છે.
જો કે હાલમાં દીપક ચહરની આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે બોર્ડ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ, હેમસ્ટ્રિંગની ઈજા પછી પીઠની ઈજા દીપકની પુનરાગમનની આશાઓને તોડી પાડી શકે છે.
More Bad News For CSK Fans!
.
.#Cricket #IPL #IPL2022 #CSKvRCB #CSK #DeepakChahar pic.twitter.com/9jYwq1iuNn— CRICKETNMORE (@cricketnmore) April 12, 2022
દીપકની ગેરહાજરીને કારણે ચેન્નાઈ પણ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. કારણ કે, દીપક CSKનો મુખ્ય બોલર છે, સાથે જ તેની બેટિંગ પણ ઘણી સારી છે. આવી સ્થિતિમાં જો દીપક ચહર IPLની આખી સિઝનમાંથી બહાર થઈ જશે તો તે ચેન્નાઈ માટે ચિંતાનો વિષય બની જશે.
આપને જણાવી દઈએ કે IPL મેગા ઓક્શનમાં દીપક ચહરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ દીપક ચહરની ફિટનેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કારણ કે, જો દીપક ચહર ઓક્ટોબરમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ રીતે ફિટ નહીં થાય તો તે ભારતીય ટીમ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ પણ વાંચો :હૈદરાબાદે ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, સતત બીજી જીત નોંધાવી, વિલિયમસને 57 રન બનાવ્યા
આ પણ વાંચો :ફરીવાર ચર્ચામાં આવી સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન, જાણો કેમ
આ પણ વાંચો : IPLની ફાઇનલ અમદાવાદમાં યોજાશે!,BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર જાહેરાત
આ પણ વાંચો :દિલ્હી-કોલકત્તા મેચમાં છવાઈ ‘મિસ્ટ્રી ગર્લ, લોકોએ કહ્યું કે, કેમેરામેન…
