IPL Mystery Girl/ દિલ્હી-કોલકત્તા મેચમાં છવાઈ ‘મિસ્ટ્રી ગર્લ, લોકોએ કહ્યું કે, કેમેરામેન…

સોશિયલ મીડિયા પર એક યુવતીની તસવીર વાયરલ થઈ રહી છે, જે દિલ્હી – કોલકત્તા મેચ દરમિયાન જોવા મળી હતી. ટ્વિટર પર ફેન્સે આ યુવતીને આઈપીએલ 2022ની

Sports
The Delhi-Kolkata match featured ‘Mystery Girl’

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રવિવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ થઈ હતી. દિલ્હીએ આ મેચમાં પોતાની જીત નોંધાવી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર મેચથી અલગ એક મિસ્ટ્રી ગર્લની ચર્ચા થઈ રહી હતી, જે મેચ દરમિયાન થોડા ક્ષણો માટે સ્ક્રિન પર જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર એક યુવતીની તસવીર વાયરલ થઈ રહી છે, જે દિલ્હી – કોલકત્તા મેચ દરમિયાન જોવા મળી હતી. ટ્વિટર પર ફેન્સે આ યુવતીને આઈપીએલ 2022ની નવી મિસ્ટ્રી ગર્લ ગણાવી હતી.

https://twitter.com/rAppyAni/status/1513150087849037824

જો કે, દિલ્હી કેપિટલ્સના બોલર કુલદીપ યાદવે જ્યારે મેચમાં અદભૂત કેપ છૂટ્યો તે બાદ તરત જ આ મિસ્ટ્રી ગર્લ પર કેમેરામેને ફોકસ કર્યું હતું અને સ્ક્રીન પર થોડા સમય માટે આ યુવતી જોવા મળી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી.

ટ્વિટર પર લોકોએ એકવાર ફરી કેમેરામેનનો આભાર માન્યો અને કહ્યું કે કેમેરામેન હંમેશા મેચથી વધારે મિસ્ટ્રીગર્લને શોધવામાં ફોકસ કરી રહ્યો છે.

જણાવી દઈએ કે આ અગાઉ આ સિઝનની પ્રથમ મેચમાં પણ એક મિસ્ટ્રીગર્લની તસવીર વાયરલ થઈ હતી. મેચ દરમિયાન જોવા મળેલી તે યુવતી પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

જો આ મેચની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ લેતા 215 રનોનોં સ્કોર બનાવ્યો હતો. દિલ્હીની તરફથી ડેવિડ વોર્નર, પૃથ્વી શોએ ફિફ્ટી ફટકારી તો અંતમાં શાર્દુલ ઠાકુરે અદભૂત રીતે અંત લાવ્યો. તો બીજી તરફ કોલકત્તા ફક્ત 171 રન બનાવી શકી હતી, દિલ્હી તરફથી કુલદીપ યાદવે 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી

આ પણ વાંચો: ગુજરાત પ્રવાસ / અમદાવાદથી ભાવનગર જવા રવાના મનીષ સિસોદિયા, રસ્તામાં માણ્યો ફાફડાનો સ્વાદ

આ પણ વાંચો: અવસાન / અભિનેતા શિવકુમાર સુબ્રમણ્યમનું નિધન,2 સ્ટેટ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા

આ પણ વાંચો: Corona Case / ભારતમાં COVID-19 કેસોમાં 18.3 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 861 નવા કેસ નોંધાયા

આ પણ વાંચો: પ્રહાર / શિવસેનાના સુપ્રીમો ઉદ્વવ ઠાકરેએ ભાજપ પર કર્યો શાબ્દિક હુમલો, ‘ભગવાન રામનો જન્મ ન થયો હોત તો ભાજપ કયો મુદ્દો ઉઠાવત’