Sports News: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri)એ ગુરુવારે નિવૃત્તિ પછી પાછા ફરવાની જાહેરાત કરતા ફૂટબોલ (Football) પ્રેમીઓમાં આનંદ છવાઈ ગયો છે. સુનિલ છેત્રી 25 માર્ચે બાંગ્લાદેશ સામે AFC એશિયન કપ 2027 ત્રીજા રાઉન્ડ ક્વોલિફાયરમાં ભારતીય ટીમ તરફથી રમી શકે છે. તે મેચ પહેલા ભારત માલદીવ સામે એક મૈત્રીપૂર્ણ મેચ પણ રમશે. ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનીલ છેત્રીએ આ મહિને યોજાનારી FIFA ફ્રેન્ડલી મેચોમાં સંઘર્ષ કરી રહેલી રાષ્ટ્રીય ટીમને મદદ કરવા માટે પોતાની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ (Retirement)માંથી બહાર આવવાનો નિર્ણય લીધો છે. દેશની ટોચની ફૂટબોલ સંસ્થા ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ ગુરુવારે આ માહિતી આપી.
“સુનીલ છેત્રી પાછો આવી ગયો છે,” AIFF એ તેના સત્તાવાર ‘X’ હેન્ડલ પર લખ્યું. કેપ્ટન, નેતા, મહાન ખેલાડી માર્ચમાં ફિફા આંતરરાષ્ટ્રીય વિન્ડો માટે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરશે.
.
The captain, leader, legend will return to the Indian national team for the FIFA International Window in March.#IndianFootball ⚽ pic.twitter.com/vzSQo0Ctez
— Indian Football Team (@IndianFootball) March 6, 2025
છેત્રીએ શાનદાર કારકિર્દી પછી નિવૃત્તિની જાહેરાત કર્યાના એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ પગલું ભર્યું છે. તેમની નિવૃત્તિથી રાષ્ટ્રીય ટીમમાં એક મોટી ખાલી જગ્યા ઉભી થઈ છે જે હજુ સુધી ભરવાની બાકી છે. શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આ મહિને ફિફા આંતરરાષ્ટ્રીય વિન્ડો દરમિયાન રમાનારી ભારતીય સિનિયર પુરુષ ટીમની બે મેચનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો:ટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ભારત-કુવૈત આમને-સામનેઃ સુનીલ છેત્રીની હશે છેલ્લી મેચ
આ પણ વાંચો:ભારતના સ્ટાર ફૂટબોલર કેપ્ટન સુનીલ છેત્રીએ કરી નિવૃત્તિની જાહેરાત, આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કરશે અલવિદા
આ પણ વાંચો:ભારતીય ફૂટબોલર સુનિલ છેત્રીની અનોખી સિદ્ધિ, 61 ગોલ પૂરા