૨૦૨૩ માં રમનારા આગામી આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન ભારતમાં થનારું છે. આ સાથે ૨૦૨૧ માં યોજાનારી icc ચેમ્પિયન ટ્રોફીનું પણ આયોજન કરવામાં આવશે. આ બંને મોટી ટુર્નામેન્ટના આયોજન અંગેની સત્તાવાર જાહેરાત દિલ્હીમાં એસજીએમની મિટિંગ બાદ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ પહેલા ૧૯૮૭, ૧૯૯૬, અને ૨૦૧૭ માં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય વર્લ્ડકપમાં ભારતની સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ મેચોનું આયોજન કરાયું હતું. જયારે, આ પ્રથમ વખત એવું બનશે કે, વન-ડે વર્લ્ડકપની તમામ મેચ ભારતની ધરતી પર યોજાશે.
