રંગીલા રાજકોટમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.રાજકોટમાં 17વર્ષીય સગીરાને તેના પિતાએ રાત્રે ઘરની બહાર બેસવાની ના પાડતા સગીરાએ અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે વ્હાલ સોયી દીકરીએ આત્મઘાતી પગલાંથી ચૌહાણ પરિવારમા શોકનું મોજુ ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં આવેલ આશાપુરા પાર્કમાં 17 વર્ષીય સગીરાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રીક્ષા ચલાવી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવનારા સંજય ભાઈ નારણભાઈ ચૌહાણની 17 વર્ષીય દીકરી તુલસીએ પોતાના રૂમમાં અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કરી લીધું હતું. સંજય ભાઈ અને તેમની પત્નીને પુત્રીના રૂમમાંથી ધુમાડા નીકળતા દેખાયા હતા.
દંપતી દ્વારા ડોલ વડે પાણી નાખી આગ બુઝાવવા નો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવતા 108 ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તુલસીને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી. સંજયભાઈ ચૌહાણની એકની એક દીકરી એ આ પ્રકારે આત્મઘાતી પગલું ભરી લેતા ચૌહાણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જણાવી દઈએ કે, પુત્રી તુલસી રોજ રાત્રે ઘરની બહાર બેસતી હોય જે બાબતે પિતા સંજયભાઈ ઠપકો આપ્યો હતો. ઠપકો આપ્યા બાદ તુલસી પોતાના રૂમમાં ચાલી ગઈ હતી અને આપઘાત કરી લીધો હતો. જનવીએ કે તુલસી ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. જેમાં તે નાપાસ થઈ હતી તેમજ હાલ તે અભ્યાસ પણ કરતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:વડોદરામાં ડી-માર્ટના ટ્રાયલ રૂમમાં કપડા બદલતી યુવતીનો યુવકે ઉતાર્યો વીડિયો અને…
આ પણ વાંચો: મારી માંગણીઓ પૂરી નહીં થાય તો.., દહેગામના પૂર્વ MLA કામિનીબા
આ પણ વાંચો:હાર્દિક પટેલનો ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક
આ પણ વાંચો:શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના, શાળાના આચાર્યએ વિધાર્થિનીની કરી છેડતી
