- સરકારી શાળાના આચાર્યએ છેડતી કર્યાનો આરોપ
- ધો.7ની વિદ્યાર્થીનીની છેડતી કર્યાનો આરોપ
- પ્રા.શાળાના આચાર્ય ભરત જારસાનિયા પર આરોપ
- વિદ્યાર્થીનીએ પરિવારમાં વાત કરતાં ઘટના આવી સામે
ગુજરાત રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે હવે શિક્ષણ જગતને લાંછન લાગવતી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય દ્વારા જ શાળામાં અભ્યાસ કરતી વિધાર્થીની છેડતી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળના માથાસુરીયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ભારત જારસાનિયા ઉપર શાળામાં જ અભ્યાસ કરતી ધોરણ 7ની વિધાર્થીની દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા છે. જેને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. અને આવી નાલેશી ભરી ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળકી સાથે ઘટના બની હતી. વિદ્યાર્થિનીએ પરિવારમાં વાત કરતાં સમગ્ર ઘટના સામે આવી. રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને પોલીસને સોંપ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પર આરોપ લાગ્યો છે. પ્રભાસ પાટણ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
રામ નવમી હિંસા / હિંમતનગરમાં હિંસા અને અશાંતિનો મામલો : ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બેઠક
