ગુજરાત ATS પોલીસનું સફળ ઓપરેશન/ ગુજરાતમાં અલકાયદાના નેટવર્કના પર્દાફાશ મુદ્દે ATS વડાનો મોટો ઘટસ્ફોટ, બાંગ્લાદેશથી મળવાનો હતો આ આદેશ

એસપી ઓમ પ્રકાસ જાટે ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓને લઈ માહીતી આપી હતી.ત્રણેય આતંકીઓ અલકાયદાના બાગ્લાદેશના હેડ સાથે જોડાયેલા હતા જેની તપાસ હાલ ચાલી રહી છે.ત્રણ આતંકીઓમાંથી એક આતંકી પાસે અલગ અલગ પાંચ મોબાઈલ મળી આવ્યા હતા.

Top Stories Gujarat Rajkot

ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ત્રણેય આતંકીઓની ધરપકડ કરીને SOG લાવવામાં આવ્યા હતા.જ્યા એસપી ઓમ પ્રકાશ જાટે ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓને લઈ માહીતી આપી હતી.ત્રણેય આતંકીઓ અલકાયદાના બાગ્લાદેશના હેડ સાથે જોડાયેલા હતા જેની તપાસ હાલ ચાલી રહી છે.ત્રણ આતંકીઓમાંથી એક આતંકી પાસે અલગ અલગ પાંચ મોબાઈલ મળી આવ્યા હતા.ત્રણેય આતંકીઓને રિમાંડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે.  આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી હજી સામે આવી નથી છે.

અહીં જુઓ પ્રેસ કોન્ફરન્સ 

મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસએ શંકાસ્પદ 18 લોકોની અટકાયત કરી છે. ત્રણ લોકો 15 દિવસ પહેલા આ શંકાસ્પદ પશ્ચિમ બંગાળથી આવ્યા હતા. તેઓ ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા. પકડાયેલા આતંકીઓ અમન, તેનો સાળો અબ્દુલ સુકુર અને સૈફ નવાઝ તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું. રાત્રે 11.45 કલાકે એટીએસે ત્રણેયને ઉપાડ્યા હતા. એટીએસની કામગીરીથી સ્થાનિકો પણ અજાણ હતા. પકડાયેલા ત્રણેય આંતકીને અલકાયદાના પ્રસારનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્થાનિકોના કહેવા મુજબ સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે. એટીએસના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં ATSની આ પાંચમી મોટી કાર્યવાહી છે.

આતંકીઓ રાજકોટમાં શું કરવાનાં હતા. જમાતુલ મુજાહીદિન બાંગ્લાદેશ સંગઠન સાથે સંકળાયેલા હતા. તેની વધુ માહિતી બાંગ્લાદેશથી મળવાની હતી. તેમજ પૈસાની કોઈ વિગતો મળી નથી. આતંકીઓએ કટ્ટરપંથીઓ શોધવાનું કામ કર્યું છે. ત્યારે આ આતંકવાદીઓ કોના કોના સંપર્કમાં હતા તેની પૂછપરછ બાકી છે. તેમજ લોકલ હેન્ડલર કોણ છે, તેની પણ તપાસ હાથ ધરવામાં આવવાની છે. સોનાનાં કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ હજી બાકી છે. તેમજ તેઓએ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ બાકી છે.

ગૃહરાજ્ય મંત્રીએ એટીએસની ટીમને અભિનંદન પાઠવ્યા 
આ બાબતે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને અભિનંદન આપુ છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ વેસ્ટ બંગાળનાં અલકાયદાથી રેડિક્લાઈઝ થયા છે. તેમજ ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા રાજકોટ ખાતે છેલ્લા ઘણા સમયથી ધામા નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:ગાંધીનગરમાં બે RTO અધિકારીની અમદાવાદ સાયબર ક્રાઇમે કરી ધરપકડ, ટેસ્ટ ડ્રાઇવ આપ્યા વગર જ લાઇસન્સ કઢાવી આપતા!