ભારતમાં હિન્દુઓ ઉપરાંત દરેક ભારતીય માટે ચારધામની યાત્રા નું ખૂબ જ મહત્વ છે ત્યારે જે હિન્દુ નથી તેમના માટે ખરાબ સમાચાર આવી શકે છે. કારણકે ચારધામ યાત્રા ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વખતે બિનહિન્દુઓ માટે ચારધામ યાત્રા પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
મળતી વિગત અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે, સરકાર શ્રદ્વાળુઓની ઓળખ માટે હવે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ કરશે. ત્યારે સાધુ-સંતો દ્વારા બિનહિન્દુઓએ યાત્રા માટેની મંજૂરી નહી આપવાની માંગણી કરાઇ છે. રાજ્યમાં શાંતિ રહેવી જોઇએ તેમજ રાજ્યના ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે પણ આવશ્યક છે. દરેક શ્રદ્વાળુઓની ઓળખ માટે વેરિફિકેશન થાય તે સુનિશ્વિત કરવાનું કામ વહીવટીતંત્ર કરશે. રાજ્યમાં તંગદિલી સર્જી શકે તેવા લોકોના પ્રવેશ પર રોક લગાવાય તેવી સંભાવના છે. આ વખતે ચારધામ યાત્રા દરમિયાન પર્યટકોના ધસારાથી હોટલનો બિઝનેસ ફરીથી તેજી નોંધાવશે તેવો આશાવાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે હરિદ્વાર સ્થિત શાંભવી ધામના પ્રમુખ સ્વામી આનંદ સ્વરૂપે હાલમાં જ સરકાર પાસે જમીનના કાયદામાં સુધારા કરવાની માંગ કરી હતી, જેનાથી ચારધામના વિસ્તારોમાં બિનહિન્દુઓ જમીનના માલિક ના બની શકે, મકાનનું નિર્માણ ના કરી શકે અને વેપાર-ધંધો ના કરી શકે.
આ પણ વાંચો : આ કારણે કોર્ટે મુસ્લિમ મહિલાઓની હરાજી માટે એપ બનાવનારાઓને આપ્યા હતા જામીન

