પૂર્વ IAS અધિકારી શાહ ફૈઝલનો રાજકારણથી મોહભંગ થઈ ગયો છે. જમ્મુ અને કાશ્મીરમાંથી પ્રથમ યુપીએસસી ટોપર બનેલા ફૈઝલે સિવિલ સર્વિસમાં પાછા ફરવાનો સંકેત આપ્યો છે.ઘણા ટ્વિટમાં, ફૈઝલે 2019 માં સરકારી નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયન વિશે વાત કરી હતી. બુધવારે કરવામાં આવેલી ટ્વિટમાં ફૈસલે પોતાની આદર્શવાદી બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના કારણે તે રાજકારણમાં આવ્યો હતો.
Just thought of sharing that life is beautiful. It is always worth giving ourselves another chance.
Setbacks make us stronger.
And there is an amazing world beyond the shadows of the past.
I turn 39 next month. And I’m really excited to start all over again. 3/3
— Shah Faesal (@shahfaesal) April 27, 2022
ફૈસલે 2009માં UPSC પરીક્ષામાં ટોપ કર્યું હતું. તેમણે જાન્યુઆરી 2019માં તેમની સરકારી નોકરી છોડી દીધી હતી અને દેશમાં કથિત ‘અસહિષ્ણુતા’ના કારણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માર્ચ 2019 માં, તેણે પોતાની પાર્ટી ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ની રચના કરી. ફૈસલે તે સમયે પોતાના ગૃહ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી લડવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો હતો.
