નાગાલેન્ડમાં એક મોટા રાજકીય બદલાવ હેઠળ નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના 21 ધારાસભ્યો શુક્રવારે મુખ્ય પ્રધાન નેફિયુ રિયોની નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) માં ભળી ગયા. ચૂંટણી પહેલા આને એક મોટી રાજકીય ઘટના માનવામાં આવી રહી છે. ભૂતપૂર્વ સીએમ ટીઆર ઝેલિયાંગ, જેમણે 21 ધારાસભ્યોનું નેતૃત્વ કર્યું હતું, જેઓ NPF ધારાસભ્ય પક્ષના નેતા પણ હતા. તેમણે જણાવ્યું હતું કે 21 NPF ધારાસભ્યો NDPP સાથે ભળી ગયા છે જેથી અમારા મુખ્ય પ્રધાન નેફિયુ રિયોના નેતૃત્વને મજબૂત બનાવવામાં આવે. આનાથી સરકાર અને નાગા રાજકીય મુદ્દાનો વહેલામાં વહેલી તકે ઉકેલ શોધવાનો અમારો સંકલ્પ મજબૂત થશે. આ સાથે પ્રાદેશિક મહાકાય NPFનું સંખ્યાબળ રાજ્ય વિધાનસભામાં ચાર સભ્યો પર આવી ગયું છે. જયારે અગાઉ 21 ધારાસભ્યો ધરાવતી NDPP પાસે હવે કુલ 42 સભ્યો હશે.
NDPP સાથે મર્જર થયેલા 21 NPF ધારાસભ્યોમાંના એક વરિષ્ઠ ધારાસભ્ય ઇમકોંગ એલ ઇમચેને જણાવ્યું હતું કે વિલીનીકરણ પાછળનો એકમાત્ર હેતુ લાંબા નાગા રાજકીય મુદ્દાના વહેલા ઉકેલ માટે સામૂહિક રીતે દબાણ કરવાનો હતો. જો કે, તેમણે સંકેત આપ્યો કે 21 ધારાસભ્યોએ પાર્ટીના વર્તમાન નેતૃત્વમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે. ઇમચેને કહ્યું રાજકીય પક્ષમાં નેતૃત્વ ઘણું મહત્ત્વ ધરાવે છે. પાર્ટીની ગતિશીલતા નેતૃત્વ પર નિર્ભર છે. આ દર્શાવે છે કે NPF પ્રમુખ ડૉ. શુર્હોજેલી લેજિત્સુની લોકપ્રિયતાના દિવસો પૂરા થઈ ગયા છે. નોંધનીય છે કે એનપીએફના બાકીના ચાર ધારાસભ્યોમાંથી એક લિજિત્સુનો પુત્ર પણ છે.
જ્યારે એમ પૂછવામાં આવ્યું કે શા માટે એનપીએફના ચાર ધારાસભ્યોને વિલીનીકરણમાંથી બહાર રાખવામાં આવ્યા છે, ત્યારે ઇમચેને જણાવ્યું હતું કે તેમના અભિપ્રાય (મર્જર પર) લેવામાં આવ્યો ન હોવાને કારણે વાતચીતમાં થોડો તફાવત હોવો જોઈએ. જ્યારે એનપીએફના જનરલ સેક્રેટરી અચુમ્બેમો કિકોનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કહ્યું કે પાર્ટીને 21 ધારાસભ્યોના ઈરાદા વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે પાર્ટીને તેના વિશે કોઈ જાણ નથી અમને સોશિયલ મીડિયા દ્વારા આ વિશે જાણ થઈ. અમે એક-બે દિવસમાં બેસીને નક્કી કરીશું શું કરવું.
