મુંબઇમાંથી ગુજરાત રાજ્ય અલગ કરવાની મુહિમ 8 ઓગષ્ટ 1956ના રોજ છેડાઇ હતી,ગુજરાતનો પાયો નાંખનાર મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા,તેમના અસરકારક આંદોલનના લીધે ગુજરાત રાજ્યને અલગ દરજ્જો મળ્યો.
1 મે 1961ના રોજ ગુજરાતી ભાષી રાજ્ય ગુજરાતની સ્થાપના થઈ હતી. તે વખતે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા હતા. તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સત્ય છે કે, તેમને લીમડાના ઝાડ નીચે ગુજરાતના પ્રથમ પ્રધાનમંડળે શપથ લીધા હતા. સાબરમતી આશ્રમમાં શપથ સમારોહનું આયોજન થયુ હતુ.આજે ગુજરાત ગૌરવ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે વિવિધ ક્ષેત્રોમાં ખ્યાતનામ વ્યક્તિઓનું ગુજરાત સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે. જેનાભાગરૂપે 60 શ્રેષ્ઠીઓને ‘ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ’ આપવામાં આવશે.
ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસ નિમિતે મારી શુભેચ્છાઓ ! મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત, ગુજરાતના લોકો તેમની વિવિધ સિદ્ધિઓ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. આવનારા વર્ષોમાં ગુજરાત અવિરત પ્રગતિ કરતું રહે એવી અભિલાષા…॥
— Narendra Modi (@narendramodi) May 1, 2022
વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ગુજરાતીઓને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છાએ આપી હતી. શુભેચ્છા આપતા મોદીએ જણાવ્યું હતું કે ‘ગુજરાત દિવસની શુભકામનાઓ ગુજરાતીઓ સાહસ, સંશોધન અને વ્યાપારી કુશળાતા માટે જાણીતા છે. રાજ્ય કિર્તીની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટર પર ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને ટ્વિટ કર્યું કે, ગુજરાતના તમામ નાગરિકોનું ગુજરાત સ્થાપના દિવસે હૃદયપુર્વક અભિવાદન કરું છું..!! આવનારા વર્ષોમાં પણ અવિરત પ્રગતિ અને સમૃદ્ધિ સાથે રાજ્ય ઉત્તરોઉત્તર સફળતા પ્રાપ્ત કરે એવી મનોકામના સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ !
