ગાંધીનગર,
પાટીદાર અનામત આંદોલન મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે નવો રસ્તો અપનાવ્યો છે. ગાંધીનગરમા હાર્દિક ઓબીસી પંચ સમક્ષ લેખિત રજૂઆત કરશે. પાસ સમિતિ ઓબીસી પંચને રજૂઆત કરશે. પાટીદાર સમાજને અનામત મળે તે મુદ્દે રજૂઆત કરશે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ હવે ગુજરાત રાજ્યમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે પાટીદાર નેતા હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે.
હાર્દિક પટેલે હવે એક નવો જ રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના 25 કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને આજે એટલેકે ગુરુવારે લેખીતમાં રજૂઆત કરશે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, બપોરે ત્રણ વાગ્યે તમામ પૂરાવા પણ રજૂ કરીશું અને પાટીદાર સમાજને અનામત આપવા ભલામણો કરીશું.
પાટીદારોનું એવું પણ કહેવું છે કે જો મહારાષ્ટ્રમાં જો મરાઠાને અનામત મળતી હોય તો અહી ગુજરાતની સરકારને પાટીદારોને અનામત આપતા પેટમાં ચૂંક આવી રહી છે તેવા અનેક સવાલો ઉભા થયા કર્યા છે.
આમરણ ઉપવાસ બાદ હવે હાર્દિક પટેલ તમામ 25 કન્વીનરોને સાથે રાખી ગાંધીનગર કુચ કરશે, અહીં તે ઓબીસી પંચને લેખીતમાં રજૂઆત કરશે.
