ગુજરાત સ્થાપના દિવસ/ પાટણનો થશે વિકાસ : રૂ.140.68 કરોડના કાર્યોની જાહેરાત : સીએમે નિહાળ્યું શસ્ત્ર પ્રદર્શન

પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજન કરાયું છે, જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
પાટણ

ગુજરાતનાં સ્થાપના દિવસની ઉજવણી વિશેષ રીતે પાટણ માં કરવામાં આવી છે ત્યારે પાટણને નવા રંગરૂપ મળશે. પાટણ ના વિકાસ અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 140.68 કરોડના કાર્યો કરવાની જાહેરાત કરી છે.  આ પૈકી માત્ર પાટણ શહેરમાં પાણી પૂરવઠા- ગટર વ્યવસ્થા- બગીચા માટે રૂપિયા 127 કરોડના કામો કરાશે. ઉપરાંત સીએમએ ત્યાં શાસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર  ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.

આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ આજે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પાટણ જિલ્લા માટે વિકાસ કામોની જાહેરાત કરી હતી. જેમાં પાટણ  જિલ્લામાં રૂપિયા 140.68 કરોડના વિકાસના કામો હાથ ઘરવાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ આ કામોની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લાના નગરોમાં પાણી પૂરવઠા, ડ્રેનેજ લાઇન તથા તળાવોના નવીનિકરણના 8 કામો સહિત જન સુખાકારીના કામો માટે રૂપિયા 140.68 કરોડ ‘અમૃત – 2.0’ યોજનામાંથી ફાળવવામાં આવશે. તે પૈકી એટલા પાટણ શહેરમાં જ પાણી પૂરવઠા અને ડ્રેનેજના કામો માટે રૂપિયા 127 કરોડ વપરાશે. પાટણ જિલ્લામાં સિદ્ધપૂર નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 86 લાખ, ચાણસમાં નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 6.41 કરોડ, તથા તળાવના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ, હારિજ નગરપાલિકામાં પાણી પૂરવઠાના કામો માટે રૂપિયા 3.94 કરોડ તેમજ તળવાના નવિનીકરણ માટે રૂપિયા 1 કરોડ મળી કુલ રૂપિયા 140.68 કરોડના વિકાસ કામોની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.

ઉપરાંત આ કામોમાં ફાયર અને સેફ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી ફાયર ફાયટિંગની સંભવિત ઘટનાઓ સામે પાટણ જિલ્લાને આત્મનિર્ભર બનાવવા રૂપિયા 5 કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશનનું નિર્માણ કરાશે. પાટણ જિલ્લાના લોકોને તેમના રોજિંદા કામો સરળતાથી થઇ શકે તે માટે રૂપિયા 38 લાખના ખર્ચે પાટણ નગરપાલિકામાં સિવિક સેન્ટર બનાવવાના કામોનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. નિર્દશનમાં મૂકાયેલ શસ્ત્રોનું મુખ્યમંત્રી એ રસપૂર્વક નિરીક્ષણ કરી સૈન્યના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજન કરાયું છે, જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો :