New Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈન્ડિયા ગઠબંધનની પહેલી રેલી યોજાશે. રામલીલા મેદાનમાં આવતીકાલે AAP દ્વારા આયોજીત મહારેલીમાં ઘણા દિગ્ગજ નેતાઓ જોડાશે. આ રેલી દ્વારા વિપક્ષ એકતાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરશે.
CM @ArvindKejriwal जी की गिरफ्तारी के खिलाफ दिल्ली में INDIA की महारैली 🔥
🗓️ 31 मार्च, 2024
📍रामलीला मैदान, दिल्ली
🕙सुबह 10 बजेदिल्ली और देश की जनता भारी से भारी संख्या में पहुंचकर, CM केजरीवाल जी के समर्थन में उठाएगी आवाज़ #RamleelaMaidan31March pic.twitter.com/QvLLnatMTf
— Gopal Rai (@AapKaGopalRai) March 28, 2024
આપ, ઈન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ પણ રેલીમાં જોડાશે. આપના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે સોશિયલ મીડિયા (X) પર જાણકારી આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે રવિવારે રામલીલા મેદાનમાં 20000થી વધુ લોકો રેલીમાં હાજરી આપશે. વહીવટી તંત્રએ તેના માટે મંજૂરી આપી દીધી છે. ગોપાલ રાયના મતે, કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલ મહારેલીને સંબોધિત કરશે કે નહીં તેનો નિર્ણય પછી લેવાશે.
તેમણે વધુ જણાવતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, એનસીપી નેતા શરદ પવાર, શુવસેના નેતા ઉદ્ધવ ઠાકરે, સપા નેતા, અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસ નેતા ડેરેક ઓબ્રાયન, ડીએમકે નેતા તિરૂચિ શિવા, નેશનલ કોંફ્રરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પણ રેલીમાં હાજર રહેશે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રીની પત્ની કલ્પના સોરેન પણ મહારેલીમાં જોડાશે.
આ પણ વાંચો:ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ આ રીતે કરાઈ રહ્યું છે, NIA ચોંકી ઉઠી
આ પણ વાંચો:ગુજરાતમાં આગ ઝરતી ગરમીની શરૂઆત, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
આ પણ વાંચો:ભુજમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી બે દિવસ બંધ રહેશે, શા માટે લેવાયો નિર્ણય
