International/ અલકાયદાનો નવો વીડિયો જાહેર, જાણો શું કહ્યું છે PM મોદી વિષે ?

આતંકી સંગઠન અલ કાયદાએ એક વીડિયો જાહેર કર્યો છે. કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી એ મુસ્લિમોના મોઢા પર થપ્પડ સમાન છે. તેમજ કાશ્મીરની લડાઈને જેહાદની લડાઈ તરીકે વર્ણવી છે.

Top Stories India

આતંકી સંગઠન અલ કાયદાએ એક વીડિયો જાહેર કર્યો છે. કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી એ મુસ્લિમોના મોઢા પર થપ્પડ સમાન છે. તેમજ કાશ્મીરની લડાઈને જેહાદની લડાઈ તરીકે વર્ણવી છે. આ વીડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, જામિયા યુનિવર્સિટી, સીએએ, કાશ્મીર, કલમ 370, હિજાબ પ્રોટેસ્ટનો ઉલ્લેખ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આતંકવાદી સંગઠનના ચીફ અલ જવાહિરીએ જમ્મુ-કાશ્મીરના દરેક નિર્ણય પર મોદી સરકારનું સમર્થન કરવા બદલ અરબ સરકારોની પણ ટીકા કરી છે.

જણાવી દઈએ કે આતંકવાદી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વીડિયોમાં અલ-જવાહિરીએ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાને મુસ્લિમોના મોઢા પર થપ્પડ ગણાવી છે. આ સાથે જામિયા યુનિવર્સિટીમાં CAA વિરોધ દરમિયાન થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

CAA વિરોધનો ઉલ્લેખ કર્યો

જ્યારે જામિયા યુનિવર્સિટી CAAનો વિરોધ કરી રહી હતી ત્યારે ‘તેરા મેરા રિશ્તા ક્યા હૈ લા ઇલાહા ઇલ્લાહ…’ ના નારા આપવામાં આવ્યા હતા. હવે અલ કાયદાએ તેના લેટેસ્ટ વીડિયોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે માત્ર કાશ્મીર જ નહીં પરંતુ હવે આખા હિંદ માટે લડાઈ ચાલુ રાખવી પડશે.

કાશ્મીરની લડાઈને જેહાદની લડાઈ ગણાવી

આતંકી સંગઠનની મીડિયા વિંગ અસ-સાહબ દ્વારા અલ કાયદાનો નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કાશ્મીર મુદ્દાને પેલેસ્ટાઈન સાથે સરખાવીને બતાવવામાં આવ્યો છે. વીડિયો દ્વારા અલકાયદા હવે કાશ્મીરની લડાઈને મુસ્લિમોની લડાઈ અને જેહાદની લડાઈ તરીકે વર્ણવી રહી છે.

મુંબઈ હુમલા અને સંસદ હુમલાનો પણ ઉલ્લેખ છે

અલ જવાહિરીએ વીડિયોમાં આ સંદેશ પણ આપ્યો છે કે હવે કાશ્મીરના લોકોએ હથિયાર ઉઠાવવું જોઈએ અને પૂરજોશમાં લડવું જોઈએ. આટલું જ નહીં વીડિયોમાં નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને RSSનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ કાયદાના આ વીડિયોમાં હિજાબ પ્રોટેસ્ટ અને સંસદ પર હુમલો અને મુંબઈમાં 26/11નો હુમલો પણ જોવા મળે છે.

Ukraine Crisis/ યુક્રેનમાં ચારેબાજુ ફેલાયેલા લોહિયાળ જંગ વચ્ચે આ પેઇન્ટિંગ આવી ચર્ચામાં, જાણ કેમ ?