start soon/ હવે ફિલ્મોમાં નસીબ અજમાવશે MS ધોની, ટૂંક સમયમાં શરૂ થશે ફિલ્મનું શૂટિંગ!

મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું છે. તેની તૈયારીઓ પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. થોભો સાહેબ….

Top Stories Sports
MS ધોની

દેશના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું છે. તેની તૈયારીઓ પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. થોભો સાહેબ….જો તમે વિચારી રહ્યા હોવ કે ધોની ફિલ્મમાં અભિનય કરવા જઈ રહ્યો છે, તો એવું નથી, પરંતુ તેણે નિર્માતા તરીકે ફિલ્મ બિઝનેસમાં આવવાનું મન બનાવી લીધું છે.

અહેવાલ છે કે મહેન્દ્ર સિંહ ધોની સાઉથની ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે, જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ઓફિશિયલ જાહેરાત પણ કરવામાં આવશે. હાલમાં તેના વિશે પ્રાપ્ત માહિતી અનુસાર નયનતારા, જે સાઉથનું મોટું નામ છે તે ધોનીની આ ફિલ્મની હિરોઈન હશે. આ એક તમિલ ફિલ્મ હશે. આ પહેલા હરભજન સિંહ તમિલ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂક્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ધોનીની ફેન ફોલોઈંગ તમિલનાડુમાં પણ અદ્ભુત છે. ત્યાં તેના ઘણા ચાહકો છે અને લોકો તેને પ્રેમથી થાલા કહીને બોલાવે છે. આ જ કારણ છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર તમિલ ફિલ્મ બનાવવાનું મન બનાવી લીધું છે. અભિનેત્રી નયનતારા પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, અહેવાલ છે કે તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ સાઈન કરી છે પરંતુ તેનું ટાઈટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. એટલી આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ પહેલા નયનતારાએ સાઉથમાં ઘણું કામ કર્યું છે. તેણે રજનીકાંત સાથે દરબાર જેવી હિટ ફિલ્મો આપી છે. ધોનીની ફિલ્મ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: Money laundering Case/ IAS પૂજા સિંઘલ ઝારખંડ સરકાર દ્વારા સસ્પેન્ડ, કર્મચારી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

આ પણ વાંચો:  Health Fact/ ટોમેટો ફીવર શું છે, તે બાળકો માટે કેમ ખતરનાક છે, તેના લક્ષણો અને નિવારણ શું છે?