માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર લાંબા સમયથી ચર્ચામાં છે. ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કરવા માટેનો સોદો અસ્થાયી રૂપે મુલતવી રાખ્યો છે. આપને જણાવી દઈએ કે ગયા મહિને મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. આ જાણકારી ખુદ એલોન મસ્કે ટ્વીટ કરીને આપી છે. અબજોપતિ એલોન મસ્કએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી તે નિર્ધારિત ન થાય કે સ્પામ અથવા નકલી એકાઉન્ટ્સ માઇક્રોબ્લોગિંગ સાઇટના કુલ યુઝરબેઝના 5 ટકાથી ઓછા હિસ્સો ધરાવે છે ત્યાં સુધી ડીલને રોકી દેવામાં આવી છે. ટ્વિટર ખરીદવા માટે તેણે 19 રોકાણકારો પાસેથી $7 બિલિયન એટલે કે 50,000 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કર્યું છે. ટેસ્લાના માલિકે આની જાહેરાત કરી તે પહેલાં, ટ્વિટરે ગુરુવારે તેના બે ટોચના મેનેજરોને બરતરફ કર્યા.
ટેસ્લાના માલિક એલોન મસ્કની આ જાહેરાત પહેલા, ટ્વિટરે ગુરુવારે તેના બે ટોચના મેનેજરોને બરતરફ કર્યા. ટ્વિટરમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કેવોન બેકપોરે ટ્વીટ કર્યું કે CEO પરાગ અગ્રવાલે મને કહ્યું કે તેઓ ટીમને અલગ દિશામાં લઈ જવા માગે છે. જે બાદ મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. ટ્વિટરના આવક અને ઉત્પાદનના વડા બ્રુસ ફોકને પણ બરતરફ કરવામાં આવ્યા છે. તેના ટ્વિટર બાયોમાં ‘બેરોજગાર’ લખેલું છે.
Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn
— Elon Musk (@elonmusk) May 13, 2022
મસ્કે ગત અઠવાડીયએ આ ડીલ માટે 7 અબજ ડોલર સિક્યોર કર્યા છે. જેમાંથી તે 44 અબજ ડોલરની આ ડીલ પુરી કરી શકશે. એલોન ડીલ થતાની સાથે જ પ્લેટફોર્મ પર રહેતા ફેક અને બોટ અકાઉન્ટને રિમૂવ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે ડીલના સમયે કહ્યું હતું કે, જો આ ડીલ થાય છે, તો તેમની પ્રાથમિકતા પ્લેટફોર્મમાંથી બોટ અકાઉન્ટને રિમૂવ કરવાની રહેશે.
આ મહિનાની શરૂઆતમાં કંપનીએ પોતાની ફાયલિંગમાં જણાવ્યું હતું કે, ડીલ ક્યોઝ થાય ત્યાં સુધી તેમને કેટલાય પ્રકારના જોખમ છે. ખાસ કરીને જાહેરાત સાથે જોડાયેલ છે. શું એડવર્ટાઈઝર્સ ટ્વિટર પર સ્પેંડ કરવાનું ચાલુ રાખશે અને ફ્યૂચર પ્લાન્સ અને સ્ટ્રેટજીને લઈને કેટલીય અનિશ્ચિતતાઓ છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે આ સોદાને અભરાઈએ ચઢાવતા ટ્વિટરના શેરમાં મસમોટો કડાકો નોંધાયો છે. ટ્વિટરનો શેર પ્રી માર્કેટ સેશનમાં 24%ના કડાકા સાથે 34.49 ડોલરના લેવલે ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચો:સોહેલ ખાન અને સીમા સચદેવના થયા છૂટાછેડા, મલાઈકા-અરબાઝ બાદ ખાન પરિવારમાં તૂટ્યા બીજા લગ્ન
આ પણ વાંચો:ખૂલી ગયું બદનામ આશ્રમ, 3 જૂને આવી રહ્યા છે ‘કળિયુગના ભગવાન’
