નિદેશક સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત બહુચર્ચિત “પદ્માવત” ફિલ્મ દેશભરમાં થઇ રહેલા તમામ વિવાદ અને ઉગ્ર પ્રદર્શન વચ્ચે પણ ગુરુવારે રિલીઝ થઇ હતી. પદ્માવત ફિલ્મ આજે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં દેશભરની ૬ થી ૭ હજાર સ્ક્રીન્સ ઉપર રિલીઝ થઇ હતી. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. આ વિરોધ પ્રદર્શન જોતા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં સિનેમાગૃહોના માલિકોએ ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે.
Protesters brandish swords, burn tires in protest against #Padmaavat in Muzaffarpur #Bihar pic.twitter.com/y2Id7YfDxp
— ANI (@ANI) January 25, 2018
બિહારના આરામાં કરણી સેનાના સમર્થકોએ ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું
બહુચર્ચિત ફિલ્મ પદ્માવતના રિલીઝ થયા બાદ કરણી સેના અને રાજપૂત સંગઠનો સાથે જોડાયેલા કેટલાક લોકોએ આજે પણ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. વિરોધ પ્રદર્શનને જોતા બિહારના પાટનગર પટનામાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિહારના આરામાં કરણી સેનાના સમર્થકોએ ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત ભોજપુરમાં પણ રસ્તાઓ પર કેટલાક વાહનોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા જયારે આ સમયે ત્યાં ઉપસ્થિત પોલીસ કાર્યવાહી કરવાને બદલે માત્ર તમાસો જોઈ રહી હતી. આ ઉપરાંત મોતીહારીમાં કરણી સેના અને સુવર્ણ સેનાને હાઇવે બ્લોક કર્યો હતો.
Haryana: Protesters torched a bus & pelted stones at #Gurugram's Sohna Road in protest against #Padmaavat pic.twitter.com/YyoOjvH7Qc
— ANI (@ANI) January 24, 2018
હરિયાણાના સોનીપતમાં પણ તમામ સિનેમાગૃહોની આજુબાજુના વિસ્તારમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જયારે સોહાના રોડ પર કેટલાક પ્રદર્શનકારીઓએ બસમાં આગચંપી અને તોડફોડ કરી હતી.
વિરોધના પગલે સૂરક્ષા બંદોબસ્ત
જયારે દિલ્લીના કનોટ પ્લેસના પીવીઆર રીવોલીમાં ચુસ્ત બંધોબસ્ત વચ્ચે પદ્માવતનું સ્ક્રીનીંગ થઇ રહ્યું છે. આ ઉપરાંત દેશના કેટલાક હિસ્સાઓમાં પ્રદર્શન અને હિંસાના કારણે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પણ બધા જ સિનેમાગૃહોની બહાર સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વિરોધ પ્રદર્શનને જોતા ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.
ગુજરાતના અમદાવાદ સ્તિથ હિમાલયા મોલના સંસ્થાપકો દ્વારા તેને સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવ્યો છે. જયારે એક્રોપોલીસ મોલ ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ચાલુ છે. તો અમદાવાદમાં તકેદારીના ભાગ રૂપે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમદાવાદના એસ.જી હાઈવે પરનાં વાઈડ એન્ગલ અને મોલ પણ સુમશાન જોવા મળી રહ્યો છે. બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. પીવીઆર સહિતના થીએટરો બંધ છે. જયારે કચ્છના સિનેમાગૃહોના માલિકો દ્વારા બંધનું સમર્થન કરતા સિનેમાઘરો બંધ રાખવામાં આવ્યા છે. ખેડામાં પણ કરણી સેનાના બંધને વ્યાપારીઓ સમર્થન આપ્યું છે.
Protesters brandish swords, burn tires in protest against #Padmaavat in Muzaffarpur #Bihar pic.twitter.com/y2Id7YfDxp
— ANI (@ANI) January 25, 2018
યુપીમાં બસો પર તોડફોડ
ઉત્તરપ્રદેશના લલિતપુર, મિર્જાપુર અને જૌનપુરમાં પણ ઉગ્ર પ્રદર્શનને જોતા સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે. હિંદુ સંગઠનો અને ક્ષત્રિય મહાસભાના ઉગ્ર વિરોધને જોતા જૌનપુરમાં તનાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત યુપીના ગાઝિયાબાદમાં પણ ફિલ્મના વિરોધમાં પ્રદર્શનકારિયોએ રોડવેજની બસોમાં તોડફોડ કરી હતી. ગત મોડી રાત્રે કડકડ મોડલ ગામની સામે ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની બસમાં આગચંપી અને તોડફોડનો પ્રયાસ કરાયો હતો. જે અંગે પો
