Not Set/ પદ્માવત : 4 રાજ્યો, કરણીસેનાએ કરી કોર્ટની અવગણના, સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ

પદ્માવત ફિલ્મ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. અદાલતે કહ્યું છે કે, જે લોકોને ફિલ્મ નથી પસંદ તે લોકો પદ્માવત ફિલ્મને ના જોવે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ રોક નથી. આ અરજીમાં પદ્માવતને લઈને થઈ રહેલી હિંસા પર કોર્ટ આદેશની અવગણનાનો કેસ […]

Top Stories

પદ્માવત ફિલ્મ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી સોમવારે હાથ ધરાશે. અદાલતે કહ્યું છે કે, જે લોકોને ફિલ્મ નથી પસંદ તે લોકો પદ્માવત ફિલ્મને ના જોવે. અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ રોક નથી.

આ અરજીમાં પદ્માવતને લઈને થઈ રહેલી હિંસા પર કોર્ટ આદેશની અવગણનાનો કેસ ચલાવવાની માંગણી કરવામાં આંવી છે. પહેલી અરજી કોંગ્રસના નેતા તહસીન પુનાવાલા તરફથી કરવામાં આવી છે. આ અરજીમાં ચાર રાજ્યોમાં પદ્માવતને લઈને થયેલી હિંસાનો ઉલ્લેખ કરાયો છે. બીજી અરજી વિનીત ઢાંડા તરફથી રાજપૂત કરણી સેનાના ત્રણ નેતાઓ સુરજ્પાલ, કરણસિંહ અને લોકેન્દ્રસિંહ ક્લવી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો મામલો ચલાવવાની માંગણી કરી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ કહ્યું છે કે, તેઓ સોમવારે આ મામલે સુનાવણી હાથ ધરશે.

બીજી અરજીમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ  સતત હિંસાની ઘટનાઓ થઈ રહી છે. રાજ્ય સંપૂર્ણ રીતે આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. આ રાજ્યોનાં ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, ડીજીપીનો જવાબ પણ કોર્ટે માંગ્યો છે, પદ્માવત ફિલ્મની રિલીઝને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી મળી હોવા છતાં હિંસા થઈ રહી છે.