રાજનીતિક/ જાણો, હાર્દિક પટેલ ક્યારે જોડાશે BJP માં, કમલમમાં જઈને ધારણ કરશે કેસરિયો

હાર્દિક પટેલે પોતે કે પછી ભાજપે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. હાર્દિકે 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
હાર્દિક પટેલ
  • હાર્દિક પટેલને લઈને  મોટા સમાચાર
  • હાર્દિક પટેલ 2 જૂને જોડાશે ભાજપમાં
  • કમલમમાં જઈને ધારણ કરશે કેસરિયો
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં પહેરશે ખેસ

કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરશે. અગાઉ એવી અટકળો હતી કે પીએમ મોદીના આટકોટ સ્થિત કાર્યક્રમમાં હાર્દિક પટેલને સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે, અને તે પહેલા તે ભાજપમાં જોડાઈ જશે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તે કન્ફર્મ થઈ ગયું છે. અને હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સીઆર પાટિલની હાજરીમાં હાર્દિક પટેલ ગાંધીનગરમાં બપોરે 12 વાગે કેસરિયો ધારણ કરશે.

વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટો રોલ ભજવી શકે છે. એટલે ભાજપ હાર્દિકને મોટી જવાબદારી સોંપી શકે છે. હાર્દિકનું સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે ભાજપથી રીસાયેલા પાટીદારોને મનાવવા માટે ભાજપે આગામી એક્શન પ્લાન ઘડી લીધો છે અને હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડ્યાના 14 દિવસમાં જ તે હવે ફરીથી રાજકારણની એક નવી ઈનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ, હાર્દિકના ભાજપમાં જોડાવાના નિર્ણયને હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે. એવામાં હાર્દિક પટેલ 02 જૂને બપોરે 12 વાગે સીઆર પાટિલનો ભાજપનો ખેસ ધારણ કરશે.

હાર્દિક પટેલ ભાજપના પ્રદેશ નેતાઓની હાજરીમાં કમલમ્ ખાતે ભાજપમાં જોડાશે. પરંતુ હાર્દિકે પોતે કે પછી ભાજપે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. હાર્દિકે 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાર્દિકે સોનિયા ગાંધીને સંબોધીને લખેલું રાજીનામું પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સ પર શેર કર્યું હતું. રાજીનામું આપ્યા બાદ હાર્દિકે પોતે ભાજપમાં જોડાવાના છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું હજુ સુધી ટાળ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ મોદી સરકારના સત્તાકાળમાં લેવાયેલા અલગ-અલગ નિર્ણયો તેમજ નીતિઓના વખાણ કરી રહ્યા છે તે જોતા તેમનું ભાજપમાં જોડાવાનું પહેલાથી જ નક્કી મનાતું હતું. વળી, હાલ પંજાબમાં એક લોકપ્રિય ગાયકની હત્યાના મામલે હાર્દિકે ત્યાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની પણ ટીકા કરી હતી.

કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામું આપતી વખતે પોતાને કાર્યકારી પ્રમુખનો હોદ્દો અપાયો હોવા છતાંય કોઈ પ્રકારની મહત્વની કામગીરી સોંપવામાં નથી આવી, કોંગ્રેસના ગુજરાતના નેતાઓ જ પક્ષ ચૂંટણી જીતે તેવું નથી ઈચ્છતા, પ્રદેશના નેતાઓને પ્રજાના પ્રશ્નો કરતાં વધારે દિલ્હીથી આવતા નેતા માટે ચિકન સેન્ડવિચની વ્યવસ્થા કરવાની વધારે ચિંતા હોય છે જેવા આક્ષેપ કર્યા હતા. એટલું જ નહીં, હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, રામ મંદિરનો મુદ્દો હોય કે પછી કાશ્મીરનો મામલો, વર્ષોથી પ્રજા જે ઈચ્છી રહી હતી તેવા મુદ્દા પર કેન્દ્ર સરકારે કરેલી કામગીરી સામે પણ કોંગ્રેસે માત્ર વિરોધ કરવાનું જ કામ કર્યું હતું.

આ પણ વાંચો:કાશ્મીરમાં કુલગામમાં મહિલા શિક્ષક પર આતંકી હુમલો ,હોસ્પિટલમાં મોત

આ પણ વાંચો:દિલ્હીમાં ભારે તોફાને 2 લોકોના જીવ લીધા, સેંકડો વૃક્ષો ધરાશાયી થયા

આ પણ વાંચો: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન આજે કોર્ટમાં થશે હાજર, જાણો EDએ શા માટે કરી ધરપકડ?

logo mobile