જામનગર/ મનપાના એક ઉચ્ચ અધિકારી નીચલા વર્ગની મહિલા સાથે રંગરેલીયા કરતા ઝડપાયા

જામનગર મનપા કચેરીમાં જ બપોરના સમયે ખૂબ જ વ્યસ્ત એવી શાખામાં એક ઉચ્ચ અધિકારી, અને નીચલા વર્ગની એક સ્ત્રી કર્મચારી રંગરેલીયા માનવતા ઝડપાયા હતા.

Top Stories Gujarat Others

જામનગર મહાનગર પાલિકાના એક અધિકારી ચાલી ઓફિસમાં અન્ય સ્ત્રી કર્મચારી સાથે કઢંગી હાલતમાં રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા. અને બને અધિકારીઓની આવી તસ્વીરો સોશિયલ  મીડિયામાં વાઇરલ થઈ છે. જેને લઈ સમગ્ર મનપા અને શહેરમાં ચારે બાજુ બંને અધિકારીઓની ચર્ચા થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર મનપા કચેરીમાં જ બપોરના સમયે ખૂબ જ વ્યસ્ત એવી શાખામાં એક ઉચ્ચ અધિકારી, અને નીચલા વર્ગની એક સ્ત્રી કર્મચારી રંગરેલીયા માનવતા ઝડપાયા હતા. ચાલુ ઓફિસે ઓફિસમાં જ બંને અધિકારીઓએ લાજ શરમ નેવે મૂકીને રંગરેલિયા મનાવતા સ્ટાફના હાથે પકડાઈ ગયાની ઘટનાએ મહાનગર પાલિકામાં ભારે ચકચાર જગાવી છે.

આ બનાવથી અન્ય અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે બે દિવસ પહેલા મહાનગર પાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે અન્ય બ્રાન્ચની મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો.

આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી અને આ ઘટનાથી અધિકારીઓ પણ દોડી આવ્યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે. પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ અને ચોતરફે આની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.