સંઘર્ષ ફળ્યો/ રિક્ષા ભાડામાં વધારો, હવે 1 કિ.મી. મુસાફરીના ચુકવવા પડશે આટલા રૂપિયા….

ગુજરાત સરકારે રિક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે હવે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે.

Top Stories Ahmedabad Gujarat
રિક્ષા
  • 1 કિલોમીટરનું લઘુત્તમ ભાડું 20 રૂપિયા કરાયું
  • રિક્ષાચાલક યુનિયનની યોજાઈ બેઠક
  • વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે યોજાઈ બેઠક
  • બેઠક બાદ મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન
  • રિક્ષાના ભાડામાં વધારો

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડીઝલ સહિત ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં સામન્ય જનતા મોઘવારીથી ત્રાહિમામ પોકારી ચૂકી છે. ત્યાર હવે રિક્ષામાં મુસાફરી પણ મોઘી થઈ છે. ગુજરાત સરકારે રિક્ષા ચાલકોની માંગ સ્વીકારી છે. જેને પગલે હવે રિક્ષામાં મુસાફરી કરવી મોંઘી થઈ જશે. ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું છે. કે, રિક્ષા ચાલકોના યુનિયનો સાથે વાટાઘાટો પૂરી થઈ છે. એક કિ.મી.નું મિનિમમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા કરાયું છે. 10 જૂનથી નવા ભાવ વધારાનો અમલ થશે. મિનિમમ ભાડું વધારતા હવે રિક્ષામાં મુસાફરી કરતાં લોકોને વધુ ભાડું ચુકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઇંધણના ભાવ વધારાના કારણે રિક્ષા ભાડાના લઘુત્તમ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા. ઉપરાંત અવનવા આંદોલન કરી ટેક્સ નાબુદી માટે પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે રિક્ષા ચાલકોની મહેનત રંગ લાવી છે અને રિક્ષા ભાડામાં લઘુત્તમ ભાવ વધારો 20 રૂપિયા નક્કી કરાયો છે. જો કે આ બાબતથી સામાન્ય માણસના ખિસ્સાનું ભારણ વધી જશે.

પહેલા 3 કિલો મીટરના 44 રૂપિયા થતા હતા. હવે તેમાં વધારો કરીને 50 રૂપિયા થઈ ગયા છે. સરકારે પહેલા કિ.મી. 18થી વધારીને 20 રૂપિયા કર્યા છે. એક કિ.મી. પછી 13 રૂપિયા હતા, જેમાં બે રૂપિયા વધારતાં 15 રૂપિયા કરાયા છે. આમ, તમે જો રીક્ષામાં 3 કિ.મી.ની મુસાફરી કરો છો, તો તમારે 6 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે, રિક્ષાચાલકો પણ રિક્ષાનાં ભાડામાં વધારો કરવા મજબૂર બન્યા છે. જો કે રિક્ષાચાલકો રિક્ષાભાડામાં વધારો કરીને આમ આદમીનાં ખિસ્સા ઉપર બોજ બનવા ઈચ્છતા નથી એટલે જ સરકાર પાસે કેટલીક મદદ માગી રહ્યા છે. જો કે સરકાર લાંબા સમયથી રિક્ષાચાલકોની વ્યથા સમજી શકતી નથી અથવા સમજવા માગતી નથી. જેના કારણે રિક્ષાચાલકો હડતાલ કરવા અને ઉગ્ર આંદોલન તરફ વળ્યા છે. હાલમાં બોર્ડની અને અન્ય પરિક્ષાઓ ચાલી રહી હોવાથી રિક્ષા ચાલકો હડતાલ કરી રહ્યા નથી પરંતુ માત્ર પોસ્ટર યુદ્ધ ચલાવી તેનો વિરોધ દર્શાવી રહ્યા છે. પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉગ્ર હડતાલ કરશે.

આ પણ વાંચો:વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ માટે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહિ : જાણો કેવી રીતે નોંધાવશો કમ્પ્લેઇન

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે, જાણો મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ

આ પણ વાંચો: ગુજરાતના આ જીલ્લામાં વીજળી પડતા બે યુવકના મોત, એક ઘાયલ