કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ શુક્રવારે પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. આજરોજ બપોરે 1.00 વાગ્યે અમિત શાહ અમદાવાદ પહોંચશે. આજ રોજ સાંજે બોપલ ખાતે PM મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે. તો સાથે અમદાવાદ શેલાના નવા તળાવનું લોકાર્પણ કરશે. 12 જૂને આણંદ કૃષિ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર મનપા, GUDAના સમારોહમાં હાજર રહેશે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમ ઉપર નજર કરીયે તો 11 જૂને દીવના પ્રવાસે જશે. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વેસ્ટર્ન રીજિયનની સુરક્ષા બેઠકમા ભાગ લેશે તેમજ રાત્રિ રોકાણ પણ દીવમાં કરશે. આ ઉપરાંત શાહ 12 જૂને સવારે આણંદ કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યારે બપોરે ગાંધીનગર પહોંચશે અમિત શાહ ગાંધીનગર મનપા અને GUDA ના કાર્યક્રમમાં હાજરી આપશે આશરે 200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે . જયારે 12 તારીખે સાંજે અમદાવાદ ના શેલામા નવા તળાવનું લોકાર્પણ કરશે. તેમજ અમદાવાદ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે.
અત્રે નોધનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં ભાજપ કોંગ્રેસ અને આપના દિગ્ગજ નેતાઓની હાજરી વધી ગઈ છે. આજ રોજ શુક્રવારે વડાપ્રધાન મોદી પણ તેમના એક દિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે નવસારી આવી રહ્યા છે. તો આગામી 18 તારીખે તેઓ ફરી એકવાર વડોદરા ખાતે જાહેર સભાને સંબોધન કરશે અને તેના માટે અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ગુજરાત ચૂંટણી / વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે, કરોડો રૂપિયાના વિકાસના કામોનું કરશે ખાતમુર્હત
