ચૂંટણી રાજ્ય ગુજરાતમાં રાજકીય નેતાઓની આવન જાવન વધી ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના એકદિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી તેમના એક દિવસીય કાર્યક્રમની શરૂઆત નવસારી જિલ્લાથી કરશે. અને તેઓ ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે સભાને સંબોધન કરશે. અને કરોડો રૂપિયાના વિકાસના કામોનું ખાત મુહૂર્ત કરશે.
PM મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અનુસાર સવારે સવારે 10 કલાકે PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.
નવસારી ખાતે બપોરે સવા 12 કલાકે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન પણ કરશે. PM મોદી નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને અમદાવાદ આવવા રવાના થશે.જ્યાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
આગામી ચૂંટણી પ્રવાસ વડોદરા ખાતે યોજાશે
નોધનીય છે કે, આગામી 18મીએ વડોદરા એરપોર્ટથી રોડ શો યોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધશે. જેના માટે તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. અને સભા દરમિયાન જો વર્સ્દ જે ભારે પવન ફૂંકાય છતાય ઊભા કરેલા ડોમ અડીખમ ઊભા રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ આ દિવસે ગાજવીજ સાથે ભારે વરસાદની શકયતા વિકટ કરવામાં આવી છે. આ ડોમ વોટર અને વિંડ પ્રુફ હશે. સભા સમયે ધોધમાર વરસાદ પડે તો પાણીના નિકાલ માટે ટેમ્પરરી કાંસ તૈયાર કરાઇ રહી છે.
