ગુજરાતમાં (GUJARAT) મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ (RAIN) પડ્યો હતો જના લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી અને લોકોએ વરસાદની મજા માણી હતી.રાજ્યના અનેક શહેરોમાં મૂશળધાર વરસાદ પડ્યો હતો જેમાં સોરાષ્ટ્ર પંથક સહિત અનેક જિલ્લાઓમાં(DISTRICT) ભારે વરસાદ પડયાના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક શહેરોમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અનેક તાલુકામાં એક ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
