Bollywood/ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંતને 24 કલાકમાં જ મળી ગયા જામીન

બેંગલોરની એક હોટલમાં રેવ પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં સિદ્ધાંત કપૂરની સાથે અન્ય ચારની અટકાયત કરવામાં આવી હતી,

Top Stories Entertainment

બેંગલોરની એક હોટલમાં રેવ પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં સિદ્ધાંત કપૂરની સાથે અન્ય ચારની અટકાયત કરવામાં આવી હતી,આ મામલે બોલિવૂડ એક્ટર સિદ્ધાંત કપૂરને જામીન મળી ગયા છે.

 

 

 

બેંગ્લોરની એક હોટલમાં ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરાયેલા સિદ્ધાંત કપૂરને જામીન મળી ગયા છે. સિદ્ધાંત કપૂર બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે.ઉલ્લેખનીય છે કે સોમવારે સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લેવાનો મામલો સામે આવ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. સિદ્ધાંત કપૂર સાથે અટકાયતમાં લેવાયેલા અન્ય ચાર લોકોને પણ જામીન મળી ગયા છે. ડીસીપી ઈસ્ટ ઝોન બેંગલુરુ ડૉ. ભીમાશંકર ગુલેડે જણાવ્યું હતું કે, “તમામ 5ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જ્યારે પણ  બોલાવવામાં આવશે ત્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થશે.