Not Set/ FIFA વર્લ્ડકપ ૨૦૧૮ : ૨૦ વર્ષ બાદ ફ્રાંસ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, ક્રોએશિયા સામે ૪-૨થી મેળવ્યો વિજય

મોસ્કો, રશિયામાં રમાયેલા ૨૧માં ફિફા વર્લ્ડકપનો તાજ ફ્રાંસની ટીમના નામે સજાયો છે. રાજધાની મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ફ્રાંસે ક્રોએશિયાની ટીમને ૪-૨થી હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ફ્રાંસની ટીમનો ચેમ્પિયન બનવાનો ૨૦ વર્ષનો વનવાસ પણ ખતમ થયો છે. https://twitter.com/Russia2018Ofc/status/1018549805616754688 ફ્રાંસની ટીમ આ પહેલા વર્ષ ૧૯૯૮માં પહેલીવાર પોતાના ઘરઆંગણે રમાયેલા ફૂટબોલના મહાકુંભમાં […]

Top Stories Trending Sports

મોસ્કો,

રશિયામાં રમાયેલા ૨૧માં ફિફા વર્લ્ડકપનો તાજ ફ્રાંસની ટીમના નામે સજાયો છે. રાજધાની મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ફ્રાંસે ક્રોએશિયાની ટીમને ૪-૨થી હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ફ્રાંસની ટીમનો ચેમ્પિયન બનવાનો ૨૦ વર્ષનો વનવાસ પણ ખતમ થયો છે.

https://twitter.com/Russia2018Ofc/status/1018549805616754688

ફ્રાંસની ટીમ આ પહેલા વર્ષ ૧૯૯૮માં પહેલીવાર પોતાના ઘરઆંગણે રમાયેલા ફૂટબોલના મહાકુંભમાં ચેમ્પિયન બન્યું હતું. જો કે ત્યારબાદ ૨૦૦૬ના ફાઈનલ મેચમાં ઈટલીની ટીમ સામે પરાજય થયો હતો. બીજી બાજુ વર્લ્ડકપના ઇતિહાસમાં પ્રથમવાર ફાઈનલમાં પોતાનો પ્રવેશ મેળવવામાં સફળ નીવડેલી ક્રોએશિયાની ટીમનું પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થયું છે.

વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસની ટીમ માટે એન્ટોની ગ્રીજમૈને ૩૮મી મિનિટમાં, પોલ પોગ્બાએ ૫૯મી મિનિટ અને ત્યારબાદ ૬ મિનિટ પછી કિલયીન એમ્બાપ્પેએ શાનદાર ગોલ કર્યાં હતા અને એક આત્મધાતી ગોલ ફ્રાંસને મળ્યો હતો.

https://twitter.com/FrenchTeam/status/1018539243289837568

જયારે રનર્સઅપ રહેલી ક્રોએશિયાની ટીમ માટે ૨૮મી મિનિટમાં ઇવાન પેરસિકિએ અને મેચની અંતિમ મિનિટોમાં મારિયો માંડજુકિકે ગોલ કર્યાં હતા.

ફૂટબોલના મહાકુંભની ફાઈનલ મેચનો પ્રથમ ગોલ આત્મધાતી ગોલ રહ્યો હતો. ક્રોએશિયાના ખેલાડી મારિયો માંડજુકિક હેડ દ્વારા મેચની ૧૮ મિનિટમાં પોતાના ગોલ્ડપોસ્ટમાં બોલ માર્યો હતો અને આ સાથે જ ફ્રાંસને ૧-૦ની લીડ અપાવી હતી.

મેચની ૨૮મી મિનિટમાં ક્રોએશિયા તરફથી વળતો પ્રહાર કરતા ઇવાન પેરસિકિએ ગોલ કરીને પોતાની ટીમને ૧-૧ની બરાબરી કરાવી હતી.

જો કે ત્યારબાદ મેચની ૩૮મી મિનિટમાં ફ્રાંસને મળેલી પેનલ્ટીનો યોગ્ય ઉપયોગ કરતા સ્ટાર ખેલાડી એન્ટોની ગ્રીજમૈને શાનદાર ગોલ કરીને પોતાની ટીમને ૨-૧ની લીડ અપાવી હતી. ફ્રાંસે ૨-૧ની લીડ પ્રથમ હાફની સમાપ્તિ સુધી જાળવી રાખી હતી.

ફાઈનલ મેચના બીજા હાફમાં પોલ પોગ્બાએ ૫૯મી મિનિટમાં બોક્સની બહારથી બોલને નેટમાં નાખીને ફ્રાંસને ૩-૧થી લીડ અપાવી હતી. ત્યારબાદ ૬ મિનિટ પછી કિલયીન એમ્બાપ્પેએ ગોલ કરીને પોતાની ટીમને ૪-૧ની અજેય લીડ અપાવી હતી જે મેચના અંત સુધી જાળવી રાખી હતી.

જો કે ત્યારબાદ મારિયો માંડજુકિકે ફ્રાંસના ગોલકીપર હ્યુગો લોરિસની ભૂલનો ફાયદો ઉઠાવી ગોલ કરીને  ક્રોએશિયાની ટીમ માટે બીજો ગોલ કર્યો હતો, પરંતુ આ ગોલ બાદ પણ ફ્રાંસની ટીમ ૪-૨થી શાનદાર વિજય મેળવી ચેમ્પિયન બન્યું હતું.