Agnipath Scheme/ સંરક્ષણ મંત્રાલયે અગ્નિવીરોને આપી ભેટ, આ નોકરીઓમાં મળશે 10 ટકા અનામત

સરકારે આ યોજનામાં જોડાવા જઈ રહેલા યુવાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ મંત્રાલયની 10 ટકા નોકરીઓમાં…

Top Stories India
Agnipath Scheme

Agnipath Scheme: દેશમાં અગ્નિપથ યોજનાને લઈને હંગામો ચાલી રહ્યો છે, પરંતુ હવે આ હંગામા વચ્ચે સરકારે આ યોજનામાં જોડાવા જઈ રહેલા યુવાનોને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ મંત્રાલયની 10 ટકા નોકરીઓમાં અગ્નિવીરોને અનામત આપવામાં આવશે.

રક્ષા મંત્રાલયે આપી જબરદસ્ત ઓફર

આ યોજનાને લઈને સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલય સાથે જોડાયેલ 16 જગ્યાએ અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે. અહીં એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સ અને તમામ 16 ડિફેન્સ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાં 100% રિઝર્વેશન લાગુ કરવામાં આવશે. આ આરક્ષણ ભૂતપૂર્વ સૈનિકો માટેના હાલના આરક્ષણ ઉપરાંત હશે. આ સાથે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘રક્ષા મંત્રાલયમાં ‘અગ્નવીર’ માટે અનામત રાખવાની 10% નોકરીની ખાલી જગ્યાઓ જરૂરી યોગ્યતા માપદંડોને પૂર્ણ કરે છે.’

ગૃહ મંત્રાલયે પણ પહેલ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને આસામ રાઈફલ્સમાં 10 ટકા જગ્યાઓ ‘અગ્નિવીર’ માટે અનામત રાખવાની જાહેરાત કરી હતી. ગૃહમંત્રી કાર્યાલયે આ માહિતી આપી છે. ગૃહ પ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું કે, “ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે ‘અગ્નિવીર’ માટે 10 ટકા ખાલી જગ્યાઓ અનામત રાખવાનો નિર્ણય કર્યો છે.”

આ પણ વાંચો: વૈશ્વિક/ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભારતે દુનિયાને દેખાડ્યો અરીસો : ફરી કરી વાર્ષિક રૂ.7 લાખ કરોડની માગ

આ પણ વાંચો: New Delhi/ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટમાંથી મોટો ઝટકો, મની લોન્ડરિંગ કેસમાં જામીન ન મળ્યા

આ પણ વાંચો: Ukraine Crisis/ આ છે યુક્રેનની મહિલા શક્તિ, જેના કારણે રશિયા હજુ સુધી યુદ્ધ જીતી શક્યું નથી