Accident/ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત,4 લોકોના ઘટનાસ્થળે મોત,બેની હાલત ગંભીર

  આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ઝડપી કાર બાજુમાં ઉભેલા ટ્રક સાથે ઘૂસી જતા ગમખ્વાર અકસ્મતા સર્જાયો હતો જેમાં   એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે

Top Stories India

ઉન્નાવના હસનગંજ કોતવાલી વિસ્તારમાં લખનૌ- આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કન્ટેનર અને સફારી કાર વચ્ચે અથડાવાને કારણે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કારમાં સવાર યુવકો જયપુરથી બિહાર જઈ રહ્યા હતા. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

childhood friend/ PM મોદીના મુસ્લિમ મિત્ર અબ્બાસ હાલ ક્યાં છે,જાણો તેમના વિશેની વિગતો

ઘટનાની જાણ થતાં પોલીસ અને યુપીડીએની ટીમે વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે તમામ મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.પોલીસે અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે.ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.

ગાંધીનગર/ હવે નહી બને પૂજ્ય હીરાબા માર્ગ? આ કારણ હોઈ શકે છે