Restaurant Viral Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેસ્ટોરન્ટના સ્ટાફ મેમ્બરે કેટલાક ગરીબ બાળકોને ઓર્ડર આપ્યા બાદ ગેટની બહાર ધકેલી દીધા હતા અને તે બધા થોડા સમય માટે અંદર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા. આ વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે સામાન્ય લોકોની જેમ તેઓએ પણ અંદર બેસવા દેવા જોઈતા હતા, જ્યારે કેટલાક કહે છે કે ગરીબ બાળકોને દરેક જગ્યાએથી બહાર ધકેલી દેવામાં આવે છે.
https://twitter.com/Hatindersinghr3/status/1541231997418459137
બાળકોને રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોઈને લોકોનું દિલ તૂટી ગયું હતું. વાયરલ થઈ રહેલી ક્લિપમાં, એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટનો વેઈટર બાળકો પાસે આવીને તેમને ઠપકો આપતા જોઈ શકાય છે. બાળકો એક ટેબલ પર બેઠાં બેઠાં ભોજનનો આનંદ માણી રહ્યાં હતાં. વેઈટરે પછી બાળકોને જવા કહ્યું અને તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી.
આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘જગ્યા વિશે ખબર નથી, પરંતુ જો આ બાળકોએ કોઈ વસ્તુ માટે ચૂકવણી કરી હોય તો તેમને અંદર બેસવા દેવા જોઈએ. પરંતુ જે રીતે વેઈટર તેમને બહાર ધકેલી રહ્યો છે અને બાળકો એકબીજાને જોઈ રહ્યા છે, અમે વ્યક્તિની આર્થિક સ્થિતિ જોઈને નક્કી કરીએ છીએ કે કેટલું માન આપવું.’
આ વીડિયોએ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સ એ જાણવા માંગે છે કે આ ઘટના ક્યાં બની હતી. અન્ય લોકોએ તેના અસંવેદનશીલ વર્તન માટે માણસને ઠપકો આપ્યો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સંકટ/ જ્યોતિષોનો દાવો – ફડણવીસ બનશે મુખ્યમંત્રી અને શિંદે ડેપ્યુટી CM, પણ ઓગષ્ટ સુધી જોવી પડશે રાહ
આ પણ વાંચો: ભુજ/ નાનકડી હર્ષિ સેકન્ડમાં ઓળખી રહી છે દેશનાં નકશા અને બનાવી રહી છે રેકોર્ડ
