ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ યથાવત છે. દરમિયાન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એ કાલી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈની પોસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં તેણે કાલીનું વિવાદાસ્પદ પોસ્ટર શેર કર્યું હતું. ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં મા કાળીને સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના એક હાથમાં LGBT સમુદાયનો રંગબેરંગી ધ્વજ પણ દેખાઈ રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈની છે.
હિન્દુ સંગઠનો આ ફિલ્મનો સતત વિરોધ કરી રહ્યા છે. હિન્દુઓએ લીના મણિમેકલઈ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવીને કાર્યવાહીની માગ કરી છે.કાલી ફિલ્મના પોસ્ટર પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઘણા રાજ્યોમાં FIR નોંધવામાં આવી છે. આ ફિલ્મના વિવાદાસ્પદ પોસ્ટર ને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલ્હી, યુપી અને મુંબઈમાં FIR દાખલ કરવામાં આવી છે.
કેનેડામાં આયોજિત પ્રોજેક્ટ ‘અંડર ધ ટેન્ટ’ અંતર્ગત ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ટોરોન્ટોના આગા ખાં મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આના પર, કેનેડામાં ભારતીય હાઈ કમિશને આ બાબતે વાંધો ઉઠાવ્યો અને સામગ્રીને હટાવવાની માગ કરી. જો કે, પાછળથી કેનેડિયન મ્યુઝિયમ જેમાં તે બતાવવામાં આવ્યું હતું તેમણે હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને માફી માગી હતી.
કોણ છે લીના?
લીના મણિમેકલઈ મદુરાઈના દક્ષિણમાં સ્થિત એક દૂરના ગામ મહારાજાપુરમની રહેવાસી છે. તેના પિતા કોલેજના લેક્ચરર હતા. તે એક ખેડૂત પરિવારની છે અને તેના ગામના રિવાજ મુજબ, તરુણાવસ્થાના થોડા વર્ષો પછી છોકરીઓના લગ્ન તેમના મામા સાથે કરવામાં આવતા હતા. જ્યારે લીનાને ખબર પડી કે પરિવારના સભ્યો તેના લગ્નની તૈયારી કરી રહ્યા છે, ત્યારે તે ચેન્નાઈ ભાગી ગઈ. તે પછી તેણે એન્જિનિયરિંગ કર્યું. તેણે આઈટી સેક્ટરમાં નોકરી પણ કરી હતી. ઘણી નોકરીઓ કર્યા પછી, તેણે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો:‘કાલી’ના પોસ્ટર અંગે કેનેડિયન મ્યુઝિયમે માગી માફી, ફિલ્મ નહીં થાય પ્રદર્શિત
આ પણ વાંચો:“હું દીપિકા પાદુકોણનો પતિ” રણવીર સિંહે કેમ આ રીતે આપી પોતાની ઓળખ જાણો…
આ પણ વાંચો:કરોડો રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે હેમા માલિની, ફિલ્મ શોલે માટે લીધી હતી આટલી ફી
