LPG Gas Price/ મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી, LPG સિલિન્ડરના ભાવમાં ફરી ભડકો

એલપીજી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો આજથી એટલે કે બુધવારથી જ લાગુ કરવામાં આવી…

Top Stories Business
LPG Cylinder Price

LPG Cylinder Price: મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી રહી છે. ફરી એકવાર એલપીજી ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાના સમાચાર સામે આવ્યા છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં મોંઘવારી દરને ફટકો પડ્યો હતો. એલપીજી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો આજથી એટલે કે બુધવારથી જ લાગુ કરવામાં આવી છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે સવારે 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. અમદાવાદમાં એલપીજી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યા બાદ તે વધીને 1,060 રૂપિયા થઈ ગયો છે.

5 કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 19 મેના રોજ એલપીજી ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ગત વખતે પણ 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 28 જૂને નવા એલપીજી ગેસ કનેક્શન પરની સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવામાં આવ્યો હતો. 16 જૂને એલપીજી ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના નવા કનેક્શનમાં પણ સિલિન્ડર દીઠ 750 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

સબસિડી કોને મળશે

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એલપીજી સિલિન્ડર પર સબસિડી માત્ર એવા લાભાર્થીઓને જ મળશે જેમણે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું છે. તેમને સરકાર દ્વારા દર વર્ષે 12 ઘરેલુ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે. અન્ય કોઈને સબસિડીનો લાભ નહીં મળે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડ મફત એલપીજી કનેક્શનનું વિતરણ કર્યું છે. આ તમામ લોકોને એલપીજી સબસિડી તરીકે પ્રતિ સિલિન્ડર 200 રૂપિયા આપવામાં આવશે. બાકીના 21 કરોડથી વધુ ગેસ કનેક્શન ધારકોએ બજાર દરે ગેસ સિલિન્ડર ખરીદવા પડશે.

આ પણ વાંચો: વિવાદ/ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ FIR, કાલી પર આપ્યું હતું વાંધાજનક નિવેદન

આ પણ વાંચો: Yogi Adityanath/ UPમાં હોબાળો, યોગી સરકાર 50થી વધુ ઉંમરના લોકોને બળજબરીથી કરશે નિવૃત