ભારતની હાલની ટીમમાં બીસીસીઆઇ સાીત ખેલાડીઓને કેપ્ટન બનાવ્યા છે,જેના લીધે ટીમના સાતત્ય પર અસર પડે છે આ અંગે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી પણ ટીમ ઈન્ડિયામાં વારંવાર કેપ્ટન બદલવાથી ખુશ નથી.આ કારણથી તે નારાજ જોવા મળે છે. તેમણે કહ્યું કે તે સાત શ્રેણીમાં સાત કેપ્ટન રાખવાના નિર્ણયને આદર્શ નથી માનતા. વિરાટ કોહલી પછી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. તે જ સમય દરમિયાન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં કેપ્ટન રહેશે.
ગાંગુલીએ શુક્રવારે (8 જુલાઈ) તેના 50માં જન્મદિવસના દિવસે ન્યૂઝ એજન્સીને જણાવતા કહ્યું હતું કે શું કેપ્ટનના વારંવાર બદલાવથી સાતત્ય પર અસર પડી છે? આ અંગે ગાંગુલીએ કહ્યું, “ટૂંક સમયમાં સાત અલગ-અલગ કેપ્ટન હોવા એ આદર્શ સ્થિતિ નથી. જો કે, કેટલાક અનિવાર્ય સંજોગો ઉભા થવાને કારણે આ બન્યું. જેમ કે રોહિત સફેદ બોલની ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરવાનો હતો, પરંતુ તે પ્રવાસ પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેથી જ રાહુલે વનડેમાં કેપ્ટનશિપ કરી હતી.

ગાંગુલીએ વધુમાં કહ્યું, “આ પછી રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની હોમ સિરીઝના એક દિવસ પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ મેચ રમી રહ્યો હતો ત્યારે કોરોનાનો ચેપ લાગ્યો હતો. આવી પરિસ્થિતિઓ માટે કોઈ જવાબદાર નથી. હવે ક્રિકેટ કેલેન્ડર એવું છે કે અમારે ખેલાડીઓને બ્રેક આપવો પડે છે અને પછી જો કોઈને નુકસાન થાય તો અમારે વર્કલોડ મેનેજમેન્ટનું પણ ધ્યાન રાખવું પડે છે. તમારે મુખ્ય કોચ રાહુલ દ્રવિડની સ્થિતિ પણ સમજવી પડશે કે અનિવાર્ય સંજોગોને કારણે દરેક શ્રેણીમાં અમારે નવો કેપ્ટન રાખવો પડ્યો.
આ વર્ષે ભારતે નવ શ્રેણી રમી છે, પરંતુ દરેક શ્રેણીમાં ભારતના ખેલાડીઓ બદલાતા રહ્યા. આફ્રિકા પ્રવાસમાં રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્મા હાજર ન હતા. બુમરાહને વેસ્ટ ઈન્ડિઝ સામે આરામ આપવામાં આવ્યો હતો. પુજારા રહાણેને શ્રીલંકા સામે પડતો મુકાયો હતો. આ દરમિયાન હાર્દિક સતત ટીમની બહાર હતો. આ પછી દક્ષિણ આફ્રિકા સામે રોહિત-વિરાટ નહોતા. આખી યુવા ટીમ આયર્લેન્ડ ગઈ હતી અને પછી રોહિત ઈંગ્લેન્ડ સામેની મેચમાં રમ્યો નહોતો.
!
હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI ટીમમાં પણ ટીમમાં કોઈ સિનિયર ખેલાડી નથી. 35 વર્ષીય રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે, પરંતુ આ વર્ષે તે વિદેશી ધરતી પર એકપણ મેચ રમી શક્યો નથી. વિરાટ કોહલીની સાથે ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને વ્યસ્ત કાર્યક્રમના કારણે આરામ આપવો પડશે.
