મહુવા/ વાડામાં બાંધેલા બકરા પર દીપડાનો હુમલો, 25 બકરાના મોત

ભાવનગર જિલ્લાના મહુવાના મોરંગી ગામે માલધારી પરિવાર રાત્રિના સમયે વાડામાં બકરા બાંધીને સૂતો હતો. અચાનક રાત્રે વાડામાં બાંધેલા બકરાઓ પર દીપડાએ હુમલો કર્યો હતો.

Top Stories Gujarat Others
  • મોરંગી ગામે ગરીબ માલધારી પરિવાર ના વાડા મા બાંધેલાં
  • બકરા બાંધેલાં હતા ત્યારે મોડી રાત્રે દરમિયાન દીપડો આવી ચડયો હતો ને
  • મારણ કર્યું હોય તેમ માલધારીઓ કહીં રહ્યા છે
  • 25 જેટલા બકરાઓ પર દીપડાએ હુમલો કરયો
  • તમામ બકરા નુ મારણ કરી મોતને ઘાટ ઉતારી દીધા છે

રાજયમાં સતત હિંસક પશુઓના હુમલા વધી રહ્યા છે. તો હવે શહેરી વિસ્તારોમાં પણ હિંસક પશુઓની આવનજાવન વધી ગઈ છે. અવારનવાર દીપડા જેવા પશુઓના હુમઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે ભાવનગરના મહુવા ખાતે એક ગામમાં દીપડાએ વાડામાં બાંધેલા પશુઓ પર હુમલો કર્યો હતો. અને વાડામાં બાંધેલા તમામ બકરાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના મહુવાના મોરંગી ગામે માલધારી પરિવાર રાત્રિના સમયે વાડામાં બકરા બાંધીને સૂતો હતો. અચાનક રાત્રે વાડામાં બાંધેલા બકરાઓ પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં વાડામાં બાંધેલા 25 જેટલા બકરાઓ પર દિપડાએ મારણ કર્યું હતું. અને માલધારીઓના હોવાનું માલધારીઓના જણાવ્યા અનુસાર વાડામાં રહેલા તમામ 25 બકરા મોત ને ઘાટ ભેટ્યા હતા.

વાડામાં રહેલા તમામ બકરા એ માલધારી પરિવારની આજીવિકા હતી. અચાનક આ રીતે તમામ બકરાઓના મોત થી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સાથે જીવ દયા પ્રેમીઓમાં પણ શોકની લાગણી જોવા મળી રહી છે.

amarnath yatra/ અમરનાથ યાત્રા બંધ : જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય

Sports/ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એકબીજાને ગાળો આપતા જોવા મળ્યા, ઈંગ્લેન્ડ સામેની બીજી T20Iની ઘટના!